તળાજાના શેળાવદર ગામે નાળિયેરી પર વીજળી પડતા ભડકા સાથે સળગી: દિહોર,અલંગ પંથકમાં સૌથી વધુ વરસાદ
હમીપરા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી: દીનદયાળ નગર, ઝૂંપડપટ્ટી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ભરાયા
અરબી સમુદ્ર કિનારે તળાજા આવેલું છે.અરબી સમુદ્ર મા લો -ડિપ્રેશન સર્જાતા જિલ્લામાં સૌથીવધુ વરસાદ ની અસર જિલ્લાની દરિયાઇ પટ્ટી ના ગામડાઓ સહિતના તળાજા પંથકને થઈ હતી.કારતક મા કાળો કહેર અહીં આજે શબ્દ લોકોની જીભે વહેતો થયો છે.
રાત્રે તાલુકાના શેળાવદર ગામે નાળિયેરી ના વૃક્ષ પર વીજળી પડતા પચાસેક ફૂટની ઉંચાઈ ધરાવતી નાળિયેરી ભડભડ સળગી ઉઠી હતી.મધ્યરાત્રિ બાદ તળાજા મા એક જાપટું વરસી ગયા બાદ આજે વહેલી સવારના 5.30 થી પવનદેવ જેનું વાહન છે તેવા સ્વાતી નક્ષત્ર એ વરસવાનું શરૂૂ કરી દીધું હતું. જે અવિરત સાંજના 6 કલાક સુધી ક્યારે ઝરમર તો ક્યારેક અનરાધાર સ્વરૂૂપે વરસી જતો હતો.
તળાજા નગરની વાત કરવામાં આવે તો તાલધ્વજ ડુંગર પર વાદળો ની સતત ચાદર ઢંકાયેલી જોવા મળતી હતી.દિવસનો મોટાભાગે ડુંગર વાદળો થી ઢંકાયેલો રહેતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.સરેરાશ તાપમાન 24-26 ડિગ્રી જેટલું રહ્યું હતું. વહેલી સવાર થીજ વરસાદ ના કારણે સ્થાનિક કે ગામડે થી ખરીદી કરવા કોઈ બજારમાં આવતું ન હોય સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ બજાર નો જોવા મળ્યો હતો.
દીનદયાળ નગર,મામલતદાર કચેરી સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર, સરકારી આયુર્વેદીક હોસ્પિટલ સહિતના વિસ્તાર મા પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી.દીનદયાળ નગર વિસ્તારના ઘરમાં પાણી ભરાઈ જતા રહીશો ની મુશ્કેલીઓ મા વધારો થયો હતો. સ્થાનિક લોકોએ પાણી નો નિકાલ થાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાગ કરી હતી.
બીજી તરફ અલંગ સોસિયા મથાવડા ભારાપરા તરસરા ખંઢેરા સરતાનપર ગોપનાથ પીઠલપુર ઝાંઝમેર ઘોઘા ના ભાંખલ સહિતના વિસ્તારોમાં પરોઢ થીજ આશરે ત્રીસેક કિમિ પવન સાથે સાંબેલાધારે વરસાદે કહેર વર્તાવવા નું શરૂૂ કરી દીધેલ.જેના પગલે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.વાદીઓના પાળા તોડી ને ખેતર વાડીઓ મા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
તાલુકાના દિહોર,હમીરપરા, નેસવડ, ભદ્રાવળ,ટીમાણાં સહિતના અંતરિયાળ ગામડાઓ ના જે વરસાદી દ્રશ્યો સામે આવી રહ્યા હતા તે જોતા અહીં સવાર ના ત્રણેક કલાકમાં જ પાંચ ઈંચ થી વધુ વરસાદ વરસી ગયાનો અંદાજ મળતો હતો. દિહોર ગામના રામજીમંદિર સુધી પાણી પહોંચી ગયું હતું.ઉતાવળી નદી મા પાણી આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.હમીપરા ડેમમાંથી પણ પાણી નો જથ્થો છોડવાની તંત્ર ને ફરજ પડી હતી.નેશિયા હબુકવડ ગામ વચ્ચે નો રસ્તો બંધ થઈ ગયો હતો.
સ્વાતિ નક્ષત્ર દરિયાના બદલે જમીન પર વરસ્યું
તળાજા ગાયત્રી મંદિર ના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણ આશીષભાઈ ત્રિવેદી એ વર્તમાન ચાલી રહેલા નક્ષત્ર વિશે જણાવ્યું હતુ કે હાલ સ્વાતિ નક્ષત્ર ચાલી રહ્યું છે.આ નક્ષત્ર નું પાણી મઘા નક્ષત્ર ની જેમ સારું માનવમા આવે છે.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 27 નક્ષત્ર પૈકીનું આ 15 મુ નક્ષત્ર છે. અધિષઠાતું ગ્રહ રાહુ છે.નક્ષત્ર ના દેવતા વાયુદેવ છે.આ નક્ષત્ર મોટા ભાગે દરિયામાં જ વરસી જતું હોય છે પરંતુ આ વખતે જમીન પર વરસી રહ્યું છે.
