ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા લાયસન્સ ફરજિયાત
ચોટીલા પ્રાત અધિકારીએ ફટાકડા વેચાણના હંગામી પરવાના માટે બેઠક યોજી
દિવાળી તહેવારના દિવસો નજીક આવતા જ ફટાકડા નું વેચાણ અને સ્ટોરેજ કરતા વેપારીઓને કાયદા અને કાર્યવાહીથી માહિતગાર કરવા ચોટીલા-થાનગઢમૂળી તાલુકાના ફટાકડાના ધંધાર્થીઓ અને હંગામી લાયસન્સ મેળવવા ઇચ્છુકો સાથે બેઠક યોજી હતી.
ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા ના અઘ્યક્ષ સ્થાને તેઓના તાબા હેઠળના ગામોમાં જે વ્યકિતઓ / વેપારીઓ હંગામી ફટાકડાનું વેચાણ અને સ્ટોરેજ કરવા માગતા હોય તેઓને 5રવાના ઇસ્યુ કરવા અંગેની યોજેલ બેઠકમાં કાયદા અને નિયમોની જોગવાઇ મુજબના મુદ્દાઓની કાળજી રાખવા વેપારીઓને સુચના આ5વામાં આવી હતી.
જેમા નાયબ કલેકટર પ્રાંત- ચોટીલા તરફથી ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા અંગેનું લાયસન્સ ફરજીયાત હોવાની સાથે ઉપસ્થિત તમામને માહિતગાર કરાયેલ હતા કે દુકાન ઉ5ર રહેણાંકનું મકાન આવેલ ન હોવુ જોઇએ,બે 5રવાનેદારના સ્થળ વચ્ચે 15 મીટરનું અંતર ફરજીયાત હોવુ જોઇએ, દુકાન ઉ5ર 1000 લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી મુકેલ હોવી જોઇએ,વિજળી ઇલેકટ્રેશન, ખુલ્લી જયોત ઉ5ર પ્રતિબંઘ રાખવાનો રહેશે, દુકાનની અંદરના ભાગે 4.5 કિલોગ્રામ ક્ષમતાનું CO2 પ્રકારનું અગ્નિશામક (BIS માન્ય ) અને 6 કિલોગ્રામ ક્ષમતાનું ABC પ્રકારનું અગ્નિશામક (BIS માન્ય ) ની બોટલો રાખવામાં આવેલી હોવી જોઇએ,દુકાનમાં પ્રવેશ દ્વારના ભાગે રેતી ભરેલી લોખંડની બે ડોલ મુકેલ હોવી જોઇએ,200 લિટરનો વોટર ડ્રમ દુકાનની બહારના ભાગે રાખવાનો રહેશે,બીડી, સિગારેટ, માચીસ વિગેરે જેવી વસ્તુઓ ઉ5ર પ્રતિબંઘ છે.
તે અંગેનું બોર્ડ લગાવવાનુ રહેશે,એકઝપ્લોઝીવ રૂૂલ્સ 2008 અને સરકારની વખતો વખતની ગાઇનલાઇન મુજબ વેચાણ તેમજ સ્ટોરેજ કરવાનુ સહિતનાં નિયમો જણાવેલ હતા.
આ બેઠકમાં ચોટીલા, થાનગઢ, મૂળી તાલુકાના મામલતદારો તેમજ ચાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા