For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આપણે નાગરિક ધર્મ બજાવી જાહેરમાં ગંદકી ન કરીએ: રૂપાલા

05:24 PM Oct 02, 2024 IST | Bhumika
આપણે નાગરિક ધર્મ બજાવી જાહેરમાં ગંદકી ન કરીએ  રૂપાલા
Advertisement

ગાંધી મ્યુઝિયમ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 2 જી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ સવારે 09:00 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, જીલ્લા કલેકટર પ્રભવ જોષી, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, મહિલા મોરચાના મંત્રી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, અશ્વિનભાઈ પાંભર, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, નીતિનભાઈ રામાણી, કંકુબેન ઉધરેજા, રુચીતાબેન જોષી, મધુબેન કુગશીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, સીટી એન્જી. અતુલ રાવલ, ભાવેશ જીવાણી, આસી. કમિશનર બી.એલ. કાથરોટિયા, પી.એ.ટુ કમિશનર એન.કે. રામાનુજ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, વિરલ ચાવડા, પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વચ્છતા હી સેવા-2024 પખવાડીયા અંતર્ગત મહાનગરપાલિકા તથા જીલ્લા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવેલ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે, દેશનું સ્વચ્છતાનું સ્વપ્ન આજ પૂરું થતું જોવા મળે છે. આજ સ્વચ્છ ભારત મિશન યાત્રાને દસ વર્ષ પૂર્ણ થયેલ છે. આ યાત્રા કરોડો ભારતવાસીઓની કટીબધ્ધાતાનું પ્રતિક છે અને કરોડો દેશવાસીઓ આ અભિયાનમાં જોડાયા અને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. આજે દસ વર્ષ નિમિતે હું બધા સફાઈ કર્મચારીઓ, એન.જી.ઓ., સ્વચ્છતાના આગ્રહીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની સરાહના કરું છું. આ તમામ નાગરિકોએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવી દીધું છે. આપણા દેશના રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ-પૂર્વ ઉપરાષ્ટ્રપતિનો પણ આભાર વ્યક્ત કરું કે કારણકે તેમણે પણ સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે ભારતનો દરેક નાનામાં નાનો નાગરિક સ્વયં સફાઈ કરે છે. આજે દેશના અલગ-અલગ સ્થળોએ જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તેમાં નેતાઓ, નાગરીકો, અધિકારીઓ પણ સ્વચ્છતામાં જોડાયા છે. મને જણાવતા આનંદ થાય છે કે આ સેવા પખવાડિયાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમો અને સ્વચ્છતા લગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આજથી આવનારા 1000 વર્ષ પછી પણ સ્વચ્છ ભારત અભિયાનને જરૂૂર યાદ કરવામાં આવશે.

ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે, મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારતનું હતું તેને પૂરું કરવાનું બીડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જડપ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાનએ અથાગ પ્રયત્નો કર્યા છે. સૌ પ્રથમ વડાપ્રધાનએ દરિયા કાંઠે ઝાડું લઇને સ્વયં સફાઈ કરી ત્યારબાદ તેમણે તંત્રને આ કાર્યમાં જોડ્યા છે.

રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ કે, આજે બાપુનો જન્મદિવસ છે. બાપુને શ્રદ્ધાંજલિ આપવાની વર્ષો જુની પરંપરા છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી બાજુની જન્મ જયંતિ સાથે સ્વચ્છાગ્રહીની શરૂૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ સાથે સ્વચ્છાગ્રહનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, તા.17-09-2024થી તા.02-10-2024 દરમ્યાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સપનાને સાકાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજી પોતે સ્વચ્છતાના અનુયાયી હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્વચ્છતાના આગ્રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયા ઉજવવાનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પખવાડિયા દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ, મેડીકલ કેમ્પ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી છે. આપણે સૌ સાથે મળી સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ બનાવીએ.
સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયા દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

રાજકોટ જિલ્લાના વિજેતાઓની યાદી
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ગ્રામ પંચાયત સ્પર્ધા યોજવામાં આવેલ જે અંતર્ગત વિજેતા ગ્રામ પંચાયતના સરપંચની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા થયેલા ગ્રામ પંચાયતની યાદી જોઈએ તો, રાજસમઢીયાળા, કુવાડવા, અડબાલકા, રંગપર, ખંઢેરી, ભાડવા, ખેરડા, સાંઢવાયા. સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા જીલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા આપવામાં આવી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂૂમાલથી સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ. વિજેતાઓને પ્રમાણપત્ર મંચ પરના મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા તેમજ આ કાર્યક્રમની આભારવિધિ સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement