For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ, PTC પ્રવેશ માટે બે લાખની માંગ

04:43 PM Oct 09, 2025 IST | Bhumika
શિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ  ptc પ્રવેશ માટે બે લાખની માંગ

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનો વધુ એક પુરાવો આપી પ્રવેશ માટે રૂપીયા મંગાતા હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની કુશાગ્રાલતાબા સ્ત્રી અધ્યયન મંદિરનાં ટ્રસ્ટીએ પ્રવેશ આપવા માટે બે લાખ સુધીની માંગણી કરી છે જેનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા રાજયમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Advertisement

યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, અમદાવાદની દસક્રોઈ સ્થિત કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર PTC કોલેજ સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ PTC સંસ્થામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે ₹2 લાખ સુધીની માતબર રકમની માંગણી કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લેઆમ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાંચની રકમ છેક શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે.

ટ્રસ્ટી વર્મા નામના વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે, એક લાખ રૂૂપિયા તો સીધા શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે. આ ઉપરાંત, લોકમાન્ય B.Ed.કોલેજ, શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પણ રકમ પહોંચતી હોવાનો આક્ષેપ આ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થાય છે.ભ્રષ્ટાચારના આક્ષેપોની સાથે-સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓને પીટીસીમાં એડમિશન ન મળી શકે તેવો તુઘલખી નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Advertisement

જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે કે, પહેલા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે છે અને પછી અંતિમ સમયે ઉત્તર બુનિયાદીનું બહાનું કાઢીને તેમને પ્રવેશથી વંચિત કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટપણે પૂછ્યું છે કે, જો નિયમો બધા માટે સરખા છે, તો માત્ર ઉત્તર બુનિયાદીમાંથી આવેલા વિદ્યાર્થીઓને જ શા માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે?આ સંપૂર્ણ મામલો હવે રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાવાળાઓ આ આક્ષેપોની ગંભીરતાથી નોંધ લઈને નિષ્પક્ષ તપાસ કરાવે છે કે કેમ, તે જોવું રહ્યું.

યુવારાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપવધુમાં આક્ષેપ કર્યા કે, પટ્રસ્ટી એ વિધાર્થીઓને બોલાવ્યા હતા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિરાન આપીએ છીએ એટલે 2 લાખ રૂૂપિયાની માંગણી કરી હતી. શું આ રાજ્યમાં ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ પણ કદાચ શિક્ષણ વિભાગ જ છે! અને એ પૈસા લોકમાન્ય B.Ed.કોલેજ શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પહોંચે છે એવો આ કુશાગ્ર લતાબા સ્ત્રી અધ્યયન મંદિર ટ્રસ્ટી વર્માનો દાવો છે.

આ તો ખુલ્લેઆમ માકિયા મોડેલ કહેવાય પ્રશ્ન એ છે આ ગૌરાંગ પરમાર કોણ છે?થથઆ સમગ્ર મામલે તેમણે કહ્યું કે, પલોકમાન્ય B.Ed.કોલેજના આ ધુરંધર જે માન્યતા રદ થયેલી કોલેજમાં 50% ભાગીદારીના ખઘઞ કરાવે અને પછી એ કોલેજ ચમત્કારિક રીતે માન્ય બની જાય! આ શું છે? એજ્યુકેશન કે એકસ્ટોર્શન?પ્રશ્ન એ છે આ ગૌરાંગ પરમાર કોણ છે ? કઈ સત્તાથી તે દરેક માન્યતા રદ થયેલી કોલેજમાં જઈને 50% ભાગીદારીના ખઘઞ કરાવે છે અને એક રાતમાં કોલેજની માન્યતા પુન:સ્થાપિત કરાવે છે? પ્રશ્ન એ પણ છે આ ગૌરાંગ પરમારના હાથમાં શું કોઈ એવી ચાવી છે જે આખા શિક્ષણ વિભાગના દરવાજા ખોલી દે છે? કયા આશીર્વાદથી એ એક કાઈલના ટેપાથી સંસ્થાનો ભાગીદાર બની જાય છે? જો શિક્ષણ વિભાગના વડા (શિક્ષણ સચિવ)ના આશીર્વાદ વગર આ શક્ય હોય તો પછી કદાચ ગૌરાંગ પરમાર ના હાથમાં જ આખું વિભાગ હશે!

Advertisement
Tags :
Advertisement
Advertisement