વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામેથી દીપડા ઝડપાયા
તબીબી તપાસ માટે દીપડાઓને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા
વેરાવળ તાલુકાના લુંભા તથા ખાંઢેરી ગામમાંથી દીપડા ઝડપાયા છે જેમાં લુંભામાંથી 5-9 વર્ષની માદા અને ખાંઢેરીમાંથી 3-5 વર્ષનો નર દીપડો પકડાયો છે. વન વિભાગને મોટી સફળતા મળી છે. વિભાગે લુંભા અને ખાંઢેરી ગામમાં ગોઠવેલા પાંજરામાં બે દીપડા પકડાયા છે.લુંભા રેવન્યુ વિસ્તારમાંથી એક માદા દીપડી પકડાઈ છે.
જેની ઉંમર 5 થી 9 વર્ષની આસપાસ છે. બીજી તરફ, ખાંઢેરી રેવન્યુ વિસ્તારમાંથી એક નર દીપડો પકડાયો છે, જેની ઉંમર 3 થી 5 વર્ષની મનાય છે. આ કાર્યવાહી લાખાપરા ગામમાં થયેલા માનવ મૃત્યુ અને રામપરા ગામમાં બનેલી માનવ ઈજાની ઘટના બાદ કરવામાં આવી હતી. એક માનવભક્ષી દીપડો પકડાયા બાદ આજે વધુ બે દીપડા પકડવામાં સફળતા મળી છે. વન વિભાગના અધિકારીઓએ બંને દીપડાઓને તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે. જ્યાં તેમની તબીબી તપાસ અને યોગ્ય સારવાર કરવામાં આવનાર છે.
