For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસાવદર-વંથલીમાં દીપડાનો આતંક, બે બાળકોને ફાડી ખાતા હાલત ગંભીર

12:07 PM Oct 21, 2025 IST | admin
વિસાવદર વંથલીમાં દીપડાનો આતંક  બે બાળકોને ફાડી ખાતા હાલત ગંભીર

દિવાળીના પાવન પર્વની રાત્રિએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને બે માસૂમ બાળકીઓને ઈજાગ્રસ્ત કરી છે.

Advertisement

વંથલી તાલુકાના રાયપુર ગામના સીમ વિસ્તારમાં મજૂર વર્ગનો પરિવાર વાડીમાં રહે છે. સાંજના આસપાસ મજૂરની આશરે ત્રણ વર્ષની દીકરી ફળિયામાં રમી રહી હતી, ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડો બાળકીને મોઢામાં પકડીને દૂર ખેતરમાં ભાગી ગયો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને અને દીપડાની પાછળ દોડીને ભારે હોબાળો મચાવતા દીપડો બાળકીને છોડીને ભાગી છુટ્યો હતો. વિસાવદર તાલુકાના ખાંભા ગામે પણ આવી જ એક ઘટના બની હતી. ગામના રહીશ દક્ષાબેન ડાભીની સાડા ત્રણ વર્ષની દીકરી દિવાળીના પર્વ પર ઘરના ફળિયામાં રમી રહી હતી. આ સમયે અચાનક જ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. માતાએ બૂમાબૂમ કરતાં અને આસપાસના લોકો એકઠા થતાં દીપડો બાળકીને છોડીને જંગલ તરફ નાસી ગયો હતો. આ હુમલામાં બાળકીને આંખના ભાગે ઈજા પહોંચી છે અને તેને પણ તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી છે.

બંને તાલુકાના ગ્રામજનોમાં દીપડાના વારંવાર થતા હુમલાને કારણે ડરનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાનો કાયમી ત્રાસ દૂર થાય અને હિંસક પ્રાણીઓને પકડવા માટે વહેલી તકે પાંજરા ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement