For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલ

01:09 PM Jan 04, 2025 IST | Bhumika
મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી   ગ્રામજનોમાં ભયનો માહોલ

વાડી વિસ્તારમાં મજૂરીએ જતા લોકોની મુશ્કેલી વધી

Advertisement

મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના સરપંચ ભરતભાઈ મારવાણીયા, જિલ્લા પંચાયત સદસ્ય નયન અઘારા તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયાએ વન વિભાગને જાણ કરતા મોરબી આરએફઓ જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમ રાજપર ખાતે દોડી આવી હતી.

દરમિયાન વન વિભાગની ટીમે જે સ્થળે દીપડો દેખાયો હતો તે સ્થળ ઉપર દીપડાના પગલાના નિશાન જોઈ દીપડો જ હોવાની પુષ્ટિ કરી લોકોને સાવચેત રહેવા સમજુત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા સહિતના વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે જડેશ્વર વિડી વિસ્તારમાંથી દીપડો રાજપર તરફ આવી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement