ચોટીલા માંડવ વનમાં દીપડો દેખાયો
11:16 AM Oct 21, 2025 IST
|
admin
Advertisement
ચોટીલા નજીક આવેલા માંડવ વનમાં એક દીપડો જોવા મળ્યો છે. ઝરીયા મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પર દીપડાનો વીડિયો વાયરલ થયો છે.
Advertisement
રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં આ દીપડાનો વીડિયો બનાવ્યો હતો.
ઝરીયા મહાદેવ મંદિર પ્રાચીન માંડવ વનમાં આવેલું છે, જે હજારો એકરમાં ફેલાયેલું છે. રજાના દિવસોમાં હજારો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા અહીં આવે છે. આ વનમાં અનેક પૌરાણિક મંદિરો અને ગુફાઓ પણ આવેલી છે.
ફોરેસ્ટ વિભાગની હદમાં આવેલા આ વનમાં વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. દીપડાઓ અને અન્ય પ્રાણીઓ અવારનવાર લોકોની નજરે પડે છે. જોકે, આ જંગલી પ્રાણીઓ સામાન્ય રીતે લોકોને હેરાન કરતા નથી, તેથી સ્થાનિકોમાં કોઈ ડર જોવા મળતો નથી. હાલમાં વાયરલ થયેલો દીપડાનો આ વીડિયો માંડવ વનનો જ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
Next Article
Advertisement