For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના કમરકોટડા ગામે દીપડો દેખાયો, પશુનું મારણ કરતાં લોકોમાં ફફડાટ

11:38 AM Sep 09, 2024 IST | Bhumika
ગોંડલના કમરકોટડા ગામે દીપડો દેખાયો  પશુનું મારણ કરતાં લોકોમાં ફફડાટ
Advertisement

ગોંડલ પંથકમાં દીપડો દેખાયો તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢ ની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ (અનામત જંગલ) વિસ્તારમાં દીપડો (નર) દેખા દીધી હતી ખેડૂતને દીપડો દેખાયો હતો ખેડૂતે મોબાઈલ માં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના RFO દીપકસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ. એમ.જાડેજા, ટ્રેકર ટિમ સાથે સ્થળ પર પોહચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી હાલ સુધી ક્યાંય પણ મારણ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું નથી.

છેલ્લા કેટલાંક સમયથી રાજકોટ જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહો અને દીપડાઓ હવે વધીને ટૂંકાગાળામાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ અને જેતપુર પંથકમાં કાયમી વસવાટ થઈ જાય તેવા નિર્દેશો DCF ચિરાગ અમીન ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના RFO દીપકસિંહ જાડેજા ની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતર માંજ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે. જેમાં ગોંડલ અને જેતપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે.ખેડૂતો ને પણ લાભ થઇ શકે છે જેમ કે કુવા બાંધવા, રાત્રી દરમિયાન પાણી વાળવા નું થતું હોય તેને લઈને યોજના માં લાભ મળી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement