મોરબીમાં દીપડાની દહેશત : ચકમપરમાં એક દીપડો પકડાયો ત્યાં બીજાનાં આંટાફેરા દેખાયા !
મોરબીના ચકમપર ગામે થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો અને એક બકરીનું મારણ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો અને બાદમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આ દીપડો આબાદ સપડાઈ ગયો હતો, લોકો રાહતનો શ્વાસ વધુ સમય લે ત્યાં આજે ફરી દીપડો ત્રાટક્યો હતો અને એક વાછરડાનું મારણ કર્યું હતું આ બનાવની જાણ થતાં વન વિભાગ દીપડાને પકડવા માટે દોડતું થયું છે.
મોરબી તાલુકાના ચકમપર ગામે થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હતો અને માલધારીની એક બકરીને ફાડી ખાધી હતી. આ બનાવની જાણ થતાં વન વિભાગ આ ગામે દોડતું થઈ ગયું હતું અને ત્યારે પાંજરું ગોઠવતા એ દીપડો તરત જ પાંજરામાં આબાદ સપડાઈ ગયો હતો.આ દીપડો પકડાયા બાદ ફરી બીજો દીપડો ત્રાટક્યો હતો અને આ દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં વન વિભાગ ચકમપર ગામે દોડી જઇ પશુઓનો શિકાર કરતા દીપડાને પકડવા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે. થોડા સમયમાં ચકમપર ગામે દીપડાએ બે પશુનું મારણ કરતા ગામ લોકોમાં દહેશત મચી ગઇ છે.