સુરતના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો
સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અને જુદા જુદા ગામોમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય રીતે રોજે રોજ પ્રકાશમાં આવે છે. ત્યારે સુરતના શહેરની હદ વિસ્તારમાં આવેલા ભાટપોરમાં તાપી નદી કિનારે દીપડો દેખાયો હતો. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગે જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ 3 જગ્યાએ પાંજરા ગોઠવ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ, ભાટપોરવિસ્તાર આસપાસ દીપડાએ દેખાઈ દેતા સ્થાનિક પ્રજાજનોમાં ભયનું જોવા મળ્યું હતું અને દીપડા અંગે વેન વિભાગને જાણ કરવામાં આવતા હાલ પાંજરું ગોઠવવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે ખેતરમાં કામ કરતા ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે.તેમજ વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂૂ મુકવામાં આવ્યું છે. ભાટપોર ખાતે આવેલ કંપનીના ગોડાઉનના સીસીટીવીમાં પણ દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે .