For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલો

01:16 PM Dec 01, 2025 IST | Bhumika
ચોટીલાનાં ગુંદા ગામે વૃધ્ધ ખેડૂત પર દીપડાનો હુમલો

પંથકમાં ફફડાટ સાથે ભયનો માહોલ, વન વિભાગે બે પાંજરા મૂકયા

Advertisement

યાત્રાધામ ચોટીલા પંથકમાં રાની પ્રાણી એવા દિપડાઓ સારા પ્રમાણમાં વર્ષોથી વસવાટ ધરાવે છે. રવિવારના સવારે ગુંદા ગામની સીમમાં ફાટસર ભેખડ થી ઓળખાતા સીમ વિસ્તારમાં આવેલ પોતાના ખેતરે એક વૃધ્ધ ખેડૂત ઘાસ વાઢવા ગયેલા જેઓ ઉપર દિપડાએ હૂમલો કરી દેતા સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલ હતી. ઘટના વાયુવેગે પ્રસરતા ખેડૂતોમાં ફફડાટ સાથે ભયનો માહોલ ફેલાયેલ છે. વન વિભાગ દ્વારા માનવ લોહી ચાખી ગયેલ દિપડાને પકડવા પાંજરા ગોઠવી કવાયત હાથ ધરવામાં આવેલ છે.

આ ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુંદા ગામના લખમણભાઇ મકવાણા નામના વૃધ્ધ ખેડૂત રવીવારે સવારે ઘાસ વાઢવા ખેતરમાં ગયા હતા તે સમયે દિપડો અગાઉ થી જ ખેતરમાં ઘાસ વચ્ચે બેઠો હતો જે બાબતે ખેડૂત અજાણ હતા અને તેઓ ઘાસ વાઢી રહેલ ત્યારે પલકવારમાં દિપડાએ તેઓ ઉપર હૂમલો કરતા રાડ ફાટી ગયેલ હતી. વૃધ્ધ ખેડૂતની ચીસ સાંભળી આસપાસના કામ કરતા અન્ય લોકો તુરંત દોડી આવતા દિપડો સામાન્ય ઇજા પહોચાડી નાસી જતા વૃધ્ધ જગતાત નો ચમત્કારીક રીતે ઉગરી ગયેલ છે.

Advertisement

જોકે દિપડાએ અચાનક કરેલ હૂમલા માં ખેડૂતને એક હાથ અને ખંભાના આગળના ભાગે દિપડાના એક નોર થી ઇજા પહોંચતા લોહી નિગળતી હાલતમાં રેફરલ હોસ્પિટલે સારવાર માટે લવાતા તેઓને પાચ જેટલા ટાકા લઈ સારવાર બાદ રજા અપાયેલ હતી.

સમગ્ર ઘટના વાયુવેગે પંથકમાં પ્રસરતા ખેડૂતોમાં ફફડાટ સાથે ભયનો માહોલ છવાયેલ છે. તેમજ હૂમલો કરી માનવ લોહી ચાખી ગયેલ રાની પ્રાણી એવા દિપડાની વિસ્તારમાં રંઝાડ વધે અને હિંસક બને તે પહેલા સ્થાનિકોએ પકડવા માટે માંગ કરેલ છે.

આ ઘટના અંગે સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન. બી. રોજાસરાને જાણ થતા તેઓ ટીમ સાથે ગ્રાઉન્ડ ઉપર પહોચી ગયા હતા. દિપડાના હૂમલા ની ઘટનાને સમર્થન આપતા જણાવ્યું કે વહેલી સવારે નજીકમાં રહેલા સ્ત્રોત માંથી પાણી પી ને દિપડો ઘાસ ની વચ્ચે હશે અને ખેડૂત ઘાસ વાઢવા જતા અચાનક માનવ આવી જતા આ ઘટના બનેલ હોવાની સંભાવના વ્યક્ત કરી હુમલાખોર દિપડાને બે પાંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પંથકમાં દિપડાનો માનવ ઉપર હૂમલાનો પ્રથમ વાર બનાવ બનતા આસપાસના પંથકમાં સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોમાં હાલ ભય અને ફફડાટ નો માહોલ છવાયેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement