ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભેંસાણના ભાટ ગામમાં ઘેટા-બકરાને બચાવવા જતા માલધારી પર દીપડાનો હુમલો

01:10 PM Sep 08, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામે ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઘેટાં-બકરાં પર હુમલો કરવા આવેલા દીપડાએ પશુઓને બચાવવા ગયેલા માલધારી પર પણ હુમલો કર્યો હતો. આ બનાવને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું છે. ગામના માલધારી નાગજીભાઈ સાનિયા પોતાના ઘેટાં-બકરાંને બચાવવા દોડ્યા ત્યારે દીપડાએ સીધો તેમ પર જ હુમલો કરી દીધો. હુમલામાં નાગજીભાઈને ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ સમયે દીપડો એક ઘરની ઓસરીમાં ઘૂસી ગયો હતો અને અંદર લાંબા સમય સુધી આંટાફેરા મારતો રહ્યો. એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરના ભાટ ગામમાં રાતે દીપડો જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આજની ઘટનાથી લોકોનો ભય વધુ વકરી ગયો છે. દીપડો ઘરમાં ઘૂસ્યો હોવાના સમાચાર મળતા ગામલોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

Advertisement

ગામ લોકોએ તરત જ વનવિભાગને જાણ કરી. વનવિભાગની ટીમ થોડા જ સમયમાં ભાટ ગામે પહોંચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં દીપડાને રેસ્ક્યૂ કરવામાં આવ્યો અને પાંજરે પુરાયો.
ભાટ ગામ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં વારંવાર દીપડાના દેખાવથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે હિંસક પ્રાણીઓ વારંવાર રહેણાંક અને રેવન્યુ વિસ્તારોમાં ઘૂસે છે, પરંતુ વનવિભાગ સમયસર પગલાં લેતું નથી. લોકોની માંગ છે કે આવા બનાવો રોકવા માટે કડક અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે.

Tags :
bhesangujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement