બગસરના લૂંધિયા ગામે ખેત મજૂર ઉપર દીપડાનો હુમલો
વાડીમાં સૂતેલા ખેતમજૂર ઉપર દીપડાએ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ
બગસરાના લુંઘીયા ગામે મજુરી કામ કરવા આવેલ પરપ્રાંતિય મજુર ખેતરમાં સૂતેલા હતા ત્યારે દીપડો અચાનક આવીને હુમલો કરતા માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. જ્યારે આ મજુર ભરતભાઇ ગઢિયાની વાડીમાં ખેતી કામ કરવા આવેલા પર પ્રાંતીય મજુર મજૂરી કામ કરીને થાકીને ત્યાં સુતેલા હતા તે દરમીયાન કમલેશભાઈ કટારા ખેતમજૂર પર રાત્રીના હુમલો કરેલ હતો.જ્યારે આ ખેત મજૂર કમલેશભાઈને માથાના ભાગે ભયંકર ઇજા પહોંચાડી હતી અને પ્રથમ બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ પડતું વગેલ હોવાથી પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવેલ હતા. જ્યારે મુંજીયાસર બાદ ફરી દીપડાનો હુમલો લોકો ઉપર થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને પગલે વનવિભાગે દીપડાને પકડવા બે પાંજરાઓ મૂક્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.