કાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!
શરબત, શેરડી, શિકંજીમાં પણ મર્યાદિત વપરાશ, ઘરવપરાશમાં ગૃહિણીઓએ ગ્રામની જગ્યાએ નંગમાં ખરીદી ચાલુ કરી!
ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા હોય છે, જ્યારે તબીબો દ્વારા પણ ઉનાળાની ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડક તથા એનર્જી માટે લીંબુ શરબત પીવાનું જણાવાતું હોય છે. તેવામાં ઉનાળાની શરૂૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિટેલ બજારમાં એપ્રિલ મહિનાની શરૂૂઆતથી જ લીંબુના ભાવ 180થી 200 રૂૂપિયા કિલો અને કેટલાક દિવસ તો તેનાથી પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે.
સમગ્ર દેશમાં લીંબુના ઉત્પાદનમાં ગુજરાત આંધ્રપ્રદેશ પછી બીજા ક્રમે છે છતાં રાજ્યમાં શાકભાજીથી માંડીને શરબત, શેરડીના રસમાં વપરાતા લીંબુની માગ ઉનાળામાં વધતી હોય છે. લીંબુના ભાવમાં છેલ્લા એક જ મહિનામાં આશરે 90 %નો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આજે પ્રતિ 20 કિલોના 3000થી 4000 સુધી પહોંચી ગયા છે. જે એક મહિના પૂર્વે 1000થી લઇ 2000 રૂૂપિયા ભાવથી હોલસેલ બજારમાં મળી રહ્યા હતા. આજે છૂટક બજારમાં લીંબુ 150થી 200 રૂૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુની આવકમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો અને દૈનિક 300 ક્વિન્ટલ જેટલી આવક થઇ રહી છે. જે આ વર્ષે શિયાળાની ઋતુમાં લગભગ 350 ક્વિન્ટલ જેટલી આવક રોજિંદા થતી હતી. ગૃહીણીઓ હાલ 250-500 ગ્રા નહીં પણ એક-બે નંગ લેખે લીંબુ ખરીદી રહી છે.
ધોમધખતા ઉનાળા વચ્ચે લીંબુની ભારે માંગ રહેતી હોવાને કારણે તેના ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે, જોકે શનિવારે તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. લીંબુના મણના ભાવ રૂૂ.4 હજાર બોલાયા હતા, જે રાજ્યની 16 માર્કેટ યાર્ડમાં સૌથી વધુ રહ્યા હતા.
શનિવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુની આવક 1565 મણ થઈ હતી. જેના લઘુત્તમ ભાવ રૂૂ.1700 બોલાયા હતા, જ્યારે મહત્તમ ભાવ રૂૂ.4 હજારને આંબી ગયા હતા.
પખવાડિયાં પહેલાં 11 એપ્રિલે રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુની આવક 1570 મણ થઈ હતી, ત્યારે મણ દીઠ ઓછામાં ઓછા ભાવ રૂૂ.1 હજાર બોલાયા હતા અને મહત્તમ ભાવ રૂૂ.2450 બોલાયા હતા. એક મહિના પહેલા 26 એપ્રિલે 1550 મણની આવક સામે લીંબુના ભાવ મણ દીઠ ઓછામાં ઓછા રૂૂ.1400 અને મહત્તમ રૂૂ.2600 બોલાયા હતા.
મહિના બાદ આવકમાં વધારો થયો હોવા છતાં બજારમાં મોટી માંગ હોવાને કારણે લીંબુના ભાવમાં અધધધ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે રસોઈમાં પણ જરૂૂરી ગણાતા લીંબુ ખરીદવામાં ગૃહિણીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.