ફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભ
તા.1-1-2024 પહેલા બનેલા 360થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ મળશે
એફએસઆઇમાં આવતું હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના 100 ટકાનો દંડ ભરવો પડશે
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંરો દ્વારા હાઇરાઇઝ અને લો-રાઇજ ઇમારતોમાં ફાલવર બેડના નામે બાલકનીનુ 2 ફૂટ પહોંળાનું વધારાનું બાંધકામ કરી તેને કાર્પેટ એરિયામાં ફેળવી એફએસઆઇની છૂટછાટ લેવામાં આવતી હતી આ પ્રકારના અંદાજે 360થી વધુ બાંધકામો થઇ ગયા બાદ સરકારે ફલાવર બેડને ગેરકાયદેસર ગણાવતા અનેક બિલ્ડિંગોના નવા પ્લાન અને કમ્પલીશન સર્ટી અટકી જતા દેકારો બોલી ગયેલ અને આ મુદ્દે બિલ્ડિર એસો. દ્વાર સરકારમાં છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવેલ તેમજ મ્યુનિ. કમિશનરને પણ સરકારમાં દરખાસ્ત મોકલેલ જેને શરતોને આધીન સરકારે મંજૂરી આપી 1-1-2024 પહેલા તૈયાર થયેલા બાંધકામોને એફએસઆઇમાં આવતા હોય અને વધારાનુ બાંધકામ હોય તે પ્રકારની દંડની રકમ ભરપાઇ કરી બાંધકામ રેગ્યુલર રાઇઝ કરવાની દરેક મનપાને સૂચના આપતા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા અને ટીપી વિભાગમાં રજિસ્ટ્રેશ થયેલા 360 હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને આવતીકાલથી તેનો લાભ મળવા પાત્ર છે.
વિગત એવી છે કે માત્ર રાજકોટ શહેરમાં પાંચ કે વધુ માળની ઈમારતોની બાલ્કનીમાં દોઢ-બે ફૂટ પહોળાઈનું વધારાનું બાંધકામ કરીને તેને મૂળ બાંધકામમાં ભેળવી દેવાયું છે. આવા આશરે 60 જેટલા હાઈરાઈઝ અને 300 જેટલા લો-રાઈઝ હોવાનો અંદાજ છે. આ કારણે અનેક નવા બિલ્ડીંગ પ્લાન અને કમ્પલીશન મહાપાલિકામાં અટકી પડ્યા છે. પરંતુ, બિલ્ડરોની સરકારમાં રજૂઆત બાદ અંતે સરકાર સાથે ગોઠવાઈ ગયું છે.
આ અંગે તા.1-9-2025ના બિલ્ડર એસોસીએશને રજૂઆત અને બાદમાં તા.9-10-2025ના મ્યુનિ.કમિશનરે પણ સરકારને દરખાસ્ત કરી હતી. સરકારે રાજકોટના ખાસ કેસમાં તા.1-1-2024 પહેલાના રહેણાંક, વાણિજ્ય સહિતના હેતુ માટેના બાંધકામો કે જેમાં પરવાનગી મેળવાઈ હોય અથવા બાંધકામ શરુ કરાયું હોય તેમને 0.60 મીટર સુધીની પહોળાઈના પ્રોજેક્શન (વધારાના બાંધકામ) જો એફ.એસ.આઈ.માં આવતું હોય તો ભરવાપાત્ર રકમની બે ગણી રકમ અને .એસ.આઈ.થી વધુ હોય તો બાંધકામની જમીનના જંત્રીના 100 ટકા રકમ વસુલીને નિયમબધ્ધ કરવામાં આવશે.
જો કે, મહાપાલિકામાં હાલ ટી.પી.ઓ. કિરણ સુમરા રજા પર છે, તેમની સુરત બદલી થઈ છે અને તેમની જગ્યાએ નવા ટી.પી.ઓ. આર.ડી.પરમાર નિયુક્ત થયા છે જે સંભવત: આગામી મંગળવારે ચાર્જ સંભાળશે અને ત્યારબાદ અનધિકૃત ફ્લાવરબેડના બાંધકામો નિયમબધ્ધ કરવા કાર્યવાહી હાથ ધરાશે. બિલ્ડરોએ અને આર્કિટેક્ટોએ આ સાથે ભવિષ્યમાં નિયમભંગ નહીં કરે તેવી લેખિત બાહેંધરી આપવાની રહેશે.
મહાનગરપાલિકાના ટાઉનપ્લાનીગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ 1-1-2024 પહેલા પ્લાન પાસ થયેલ અને બાંધકામો ફાલવર બેડ સાથે પૂર્ણ થઇ ગયા હોય તેવા હાઇરાઇઝ અને લો-રાઇઝ સહિતના 360થી વધુ ફાઇલો પેન્ડિંગ છે. સરકારમાં પરિપત્ર આવી ગયેલ હોય આગામી દિવસોમાં તમામ બાંધકામોનો સર્વે કરી માપણી કાર્ય પૂર્ણ કયા બાદ બાંધકામને અનુરૂપ જે દંડની વાખ્યામાં આવતા હોય તે પ્રકારનો દંડ વસૂલી તમામ બાંધકામો રેગ્યુલર રાઇઝ કરવામાં આવશે. તેમજ આ બાંધકામોના ફેલટ તેમજ દુકાનો, ઓફિસોને કોમ્પલીશન સર્ટી આપવાની કાર્યવાહી હાથ ધરાશે.
પ્લાન પાસ વગર ખડકાઇ ગયેલા બહુમાળી બિલ્ડિંગોનો પ્રશ્ર્ન લટકતો
સરકારે ફલાવર બેડનો રસ્તો કાઢી ગેરકાયેદસર બાંધકામો માંથી ફરી વખત પૈસા કમાવવાનો ખેલ પાર પાડ્યો છે. જેવી રીતે ઇમ્પેકટ ફી નિયમોની અમલવારીનો સમય ગાળો લંબાવી અનેક ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલર રાઇઝ કરી લીધા છે. પરંતુ છેલ્લા ઊમક વર્ષો દરમિયાન રાજકોટ શહેરમાં પ્લાન મંજૂર કરાવ્યા વગર તેમજ રેરામાં રજિસ્ટ્રેશન ન થયુ હોય તે પહેલા હાઇરાઇઝ બિલ્ડિંગો બનાવી ગ્રાહકો પાસેથી એડવાન્સના નામે કરોડો રૂપિયાની રકમ ખખેરી લેવામાં આવી છે. ટીપી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ પાંચ-છ હાઇરાઇઝ પ્રોજેકટ મંજૂરી મળ્યા પહેલા ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે સરકારે ફલાવર બેડનો પ્રશ્ર્ન હલ કર્યો છે અને હવે આ પ્રકારના મંજૂરી પહેલા ખડકાઇ ગયેલા બાંધકામો મુદ્દે કયા પ્રકારના પગલા લેશે તે તરફ સૌની મીટ મંડાઇ છે.
ફલાવર બેડ રેગ્યુલર રાઇઝના નિયમો
તા.01.01.2024 પહેલાં રહેણાંક, વાણીજય તેમજ મીક્ષ પ્રકારના હેતુ માટે બાંધકામની વિકાસ પરવાનગી મેળવવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઈ લાગુ પડશે.
રેરામાં રજીસ્ટર્ડ થયેલ પ્રોજેકટ તેમજ સ્થળે બાંધકામ શરુ કરવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઈ લાગુ પડશે.
જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એક.એસ.આઈ. ની મર્યાદામાં હોય તો સદર વધારાના બાંધકામને પેઇડ એફ.એસ.આઇ. તરીકે ગણી ભરવાપાત્ર રકમના બે ગણા રકમ વસુલ કરવાની રહેશે.
જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફ.એસ.આઈ. કરતા પણ વધારે થતુ હોય તો સદર વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રીના 100% રકમ વસૂલ કરવાની રહેશે.
સદર પ્રકરણોના ડેવલોપર તથા આર્કિટેક્ટ દ્વારા ભવિષ્યમાં સી.જી.ડી.સી.આર-2017 ની જોગવાઈઓથી વિપરીત કામગીરી કરવામાં આવશે નહીં તે અંગેની બાહેધરી સમુચિત સત્તામંડળ દ્વારા તેઓશ્રી પાસેથી મેળવી લેવાની રહેશે.
અધિનિયમ-1976 તથા સી.જી.ડી.સી.આર-2017 ની અન્ય તમામ જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
આ હુકમને કોઇ પણ સંજોગોમાં પૂર્વ દ્રષ્ટાંત ગણવાનો રહેશે નહીં.
