For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ

04:47 PM Jun 09, 2025 IST | Bhumika
ગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ

જાહેર શેરી ઉપર ખડકી દીધેલ બ્રિજ મામલે મ્યુનિ. કમિશનર અને ગોકુલ હોસ્પિટલને લીગલ નોટિસ ફટકારી, કાર્યવાહી ન થાય તો પી.આઇ.એલ. કરવાની ચિમકી

Advertisement

ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવતા મહાનગર પાલિકાના બહાદુરોએ ગેરકાયદે માચડાને કાયદેસર બતાવવા મહારાષ્ટ્રના GDCRનો હવાલો આપ્યો

રાજકોટમાં મહાનગર પાલિકાનાં બહાદુર સતાધિશો ગરીબ લોકોના રેંકડી-પાથરણા અને ઝુંપડા ગેરકાયદેસર દબાણના નામે ઉપાડી લ્યે છે પરંતુ માલેતુજારોના જગ જાહેર ગેરકાયદેસર અને જોખમી માચડા મહાનગર પાલિકાનાં તંત્રની છાતી ઉપર ઉભા હોવા છતા કાંકરી પણ ખરતી નથી. આવો જ એક ગેરકાયદેસર અને વિવાદાસ્પદ માચડો વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પિટલે ખડકેલ હોવા છતા મહાનગર પાલિકાનાં સતાધિશો આંખ આડા કાન કરતા હોવાથી હવે આ મુદે કોંગ્રેસે કાનુની મોરચો માંડયો છે.

Advertisement

કોંગ્રેસનાં ઉપપ્રમુખ સંજય લાખાણી અને મહામંત્રી કૃષ્ણદત રાવલે એક યાદીમા જણાવેલ છે કે , રાજકીય પક્ષ પ્રેરીત જુદા જુદા પ્રોફેશ્નલ, વ્યાપારીક, સામાજીક તથા સખાવતી સંગઠનના કાર્યકરો જે તે રાજકીય પક્ષોની સત્તા હોઈ તેની પાસેથી ગેરકાયદેસર કામો કરાવવા માટે દબાણ લાવતા હોય છે અને આવા દબાણોને તાબે થઇ સત્તાધારી પક્ષો અધિકારીઓ ઉપર દબાણ લાવી ગેરકાનુની કામ કરતા હોઈ છે.

આ પૈકીનો એક કિસ્સો રાજકોટના ખ્યાતનામ ન્યુરોસર્જન ડો.પ્રકાશભાઈ મોઢાની વિદ્યાનગર રોડ ઉપર ગોકુલ હોસ્પીટલ દ્વારા રોડ ઉપર પુલ/બ્રીજનું સ્ટીલ સ્ટ્રકચર ઉભુ કરી રોડ સાઈડની બન્ને બાજુની ગોકુલ હોસ્પીટલ જે વિદ્યાનગર / મંગળા રોડ ઉપર જોડવામાં આવેલ છે તે બાંધકામના બાય-લોઝ વિરૂૂધ્ધ છે તથા ગુજરાત રાજ્યના GDCR ના નિયમોની જોગવાઇ વિરૂૂધ્ધ બનાવવામાં આવેલ છે અને તે પુલ / બ્રીજને મ્યુનિસીપાલ કોર્પોરેશશના જનરલ બોર્ડની તા.28/02/2019 ની મીટીંગના ઠરાવ નં.71 થી મંજુરી પણ આપવામાં આવેલ છે.

જેમાં તે ઠરાવને બોમ્બેની હીન્દુજા હોસ્પીટલ તથા સેટેલાઈટ હોસ્પીટલને ધ્યાનમાં લીધેલ છે તો તે અન્ય રાજ્યના નિયમો ગુજરાત રાજ્ય GDCR ને લાગુ પડે નહી તેમ છતા તેની વિગતને દર્શાવેલ છે તેમજ રામકૃષ્ણ આશ્રમ સંચાલીત હોસ્પીટલ આશ્રમ આશ્રમને જોડતા પુલનો ઉલ્લેખ કરવામાં આવેલ તે પણ ડો.પ્રકાશભાઈ મોઢાની ગોકુલ હોસ્પીટલને લાગુ પડતુ નથી કેમ કે રામકૃષ્ણ આશ્રમની બન્ને મિલ્કત વચ્ચે ગુજરાત રાજ્ય સરકારની માલીકીનો વોકળો આવેલ છે અને તે પૂર્વ વોકળા ઉપર બનાવેલ હોઈ તેથી ડો.પ્રકાશભાઈ મોઢાની હોસ્પીટલ બાબતે ઉદાહરણ લાગુ પડતુ નથી ત્યારે કોંગ્રેસે આ ઠરાવને હાઇકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. અને આ મામલે મ્યુનિ. કમિશનર તથા ગોકુલ હોસ્પિટલને લિગલ નોટિસ ફટકારી છે.

RMC ના જનરલ બોર્ડના ઠરાવમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગુજરાત રાજ્યના GDCR માં આવા પ્રકારની કોઈ મંજુરી માટે પ્રવર્તમાન GDCR માં કોઈ જોગવાઈ ન હોવાથી અરજદાર ની અરજી પરત્વે ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવાની રહે છે. આમ RMC ના જનરલ બોર્ડના ઠરાવમાં જ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓએ સ્પષ્ટ સમજણપૂર્વક લખેલ છે કે આ GDCR માં કોઈ જોગવાઈ ન હોઈ તેમ છતા આવા ખોટા ઠરાવને મંજુરી આપવા પોતાની સત્તાનો દુરઉપયોગ કરવામા આવ્યો છે તેવુ જણાય છે.

રાજકોટ મહાનગર પાલીકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન હોઈ અને સત્તા અને બહુમતીના જોરે ગેરકાયદેસર ઠરાવ કરીને ભ્રષ્ટાચાર કરવા તથા કરાવવા માટે કામ કરે છે. તેમ વારંવાર સાબીત થાય છે.
કોંગ્રેસનાં બન્ને આગેવાનોએ આક્ષેપ કરેલ છે કે ડો. મોઢાનાં કેસમાં જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તેના આધારે જોતા ભાજપનું એકચક્રી શાસન રાજકોટની જનતાના હીતમાં કામ કરવા કરતા તેના સમર્થકો અને સહયોગીઓના ભ્રષ્ટાચારને પોષવાની કામગીરી કરે છે.

રાજકોટમાં TRP ગેમઝોન/એટલાન્ટીસ બીલ્ડીંગ શિવાનંદ હોસ્પીટલમાં બનેલ આગની દુર્ઘટનાઓના બનાવોમાં સામાન્ય લોકોના જીવ ગયા તેની જવાબદારી રાજકોટ ભાજપના શાસકો કયારે સ્વીકારશે ?
આવા ગેરકાયદેસર રીતે આપવામાં આવેલી મંજુરીના ભોગે જનતાના જીવ ગુમાવવાનો વારો આવે છે તેની જવાબદારી ભાજપ શાસન કે RMC ના અધિકારીઓ કયારે સ્વીકારશે?

ઉપર મુજબની વિગતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઈ રૂૂદ્રદતભાઈ રાવલે ભાજપના ભ્રષ્ટાચારી અને કુશાશનના ભોગ રાજકોટની જનતા બને છે તેને કયારે ન્યાય મળશે તેવી માંગ સાથે રજુઆત કરે છે તેમ તેમની યાદીમાં જણાવેલ છે.

મંજૂરી વખતે આપેલ સરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
ગોકુલ હોસ્પિટલ દ્વારા બિલ્ડીંગના બીજા માળે જોડતા જાહેર રસ્તાના સ્ટીલ સ્ટ્રક્ચર કનેક્ટીંગ બ્રીજને મંજુરી શરતી મંજુરી આપવામાં આવેલ અને એનઓસી ફાળવવામાં આવેલ જેમાં સ્ટ્રક્ચરનું ડ્રોઈંગ સ્ટ્રેબીલીટી રિપોર્ટ મનપામાં રજૂ કરવો તેમજ બ્રીજ નીચેથી ફાયર વ્હીકલ તેમજ ઈમરજન્સી વ્હીકલ સરળતાથી પસાર થાય તે મુજબની હાઈટ રાખવી તેમજ કનેક્ટીંગ બ્રીજ 50થી ઓછા દર્દી માટેની હોસ્પિટલ માટે ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવામાં આવે તથા કોઈએ બાજુની જમીન પર હોસ્પિટલનો હેતુ ન રહે ત્યારે શરહદી બ્રીજની મંજુરી આપોઆપ રદ થઈ જાય તેમજ સ્ટ્રક્ચર દૂર કરી મનપાને જાણ કરવા અને બ્રીજનું કામ શરૂ કરતા પહેલા સબંધીત વિસ્તારના લતાવાસીઓ પાસેથી વાંધા પ્રમાણપત્ર મેળવી મનપામાં રજૂ કરવા સહિતની શરતો સાથે મંજુરી આપવામાં આવેલ જેનું ઉલંઘન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement