વાહનોની ખરીદી ઉપર વસૂલવામાં આવતા ટેક્સ સામે કાનૂની જંગ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવા વાહનોની ખરીદી ઉપર વસુલ કરવામાં આવતો ટેક્ષ ગેરકાયદેસર હોવાનો રાજકોટ સિવિલ કોર્ટમાં જાહેરહિતનો દાવો જાગૃત નાગરીક દ્વારા દાખલ કરવામા આવ્યો છે.
રાજકોટ શહેરનાં જાગૃત નાગરિકો રમેશભાઈ સાકરીયા સહીતના દ્વારા સમગ્ર જનસમુદાયને અસરકારક તેમજ એક મહત્ત્વપૂર્ણ જાહેરહિતનો દાવો રાજકોટ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકા છેલ્લા ઘણા સમયથી શહેરની હદમાં નવા વાહનોની ખરીદી વખતે ’છખઈ ટેક્ષ’ વસૂલ કરી રહી છે. જોકે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, 1949 હેઠળ પાલિકાને આવો કોઈ ટેક્ષ વસૂલ કરવાનો કાયદેસર અધિકાર કે સત્તા નથી. તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી આ ટેક્ષ વસૂલાત ચાલતી આવી છે, જે ગેરકાયદેસર તથા કાયદાની જોગવાઇઓની વિરુદ્ધ છે.
આથી, ઉપરોક્ત ગેરકાયદેસર વસૂલાત સામે જનહિતમાં નાગરિકો દ્વારા કોર્ટ સમક્ષ દાવો લાવવામાં આવ્યો છે, જેમાં રાજકોટ મહાનગર પાલિકા પાસે આવો ટેક્ષ વસૂલ કરવાનો કોઈ કાયદેસર હક્ક નથી, તે અંગે કોર્ટ સમક્ષ જાહેરહિતમાં ઘોષણા કરવાની માંગણી કરવામાં આવી છે.
ચૂંટી શકાય તેવી બાબત એ છે કે, આ પ્રકારનો જાહેરહિતનો દાવો દાખલ કરતાં પહેલાં કાયદા મુજબ કોર્ટ પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. જે સંબંધે વાદીનાં ધારાશાસ્ત્રી ભાવિક ટી. આંબલીયા, ધવલ એ. મેઘાણી અને રાઘવજી વી. ઘેલાણી દ્વારા કાયદાકીય રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઇ નામદાર કોર્ટે દાખલ કરવાની પરવાનગી મંજુર કરી છે.
આ રીતે, રાજકોટનાં ઇતિહાસમાં પ્ર
થમવાર એવું બન્યું છે કે જનતા પરથી ગેરકાયદેસર રીતે વસૂલાત થતાં ટેક્ષ અંગે જાહેરહિતનો દાવો સીવિલ કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો છે, જે ગુજરાતભરનાં નાગરિકોનાં હિત માટે એક મહત્વપૂર્ણ અને માઇલસ્ટોનરૂૂપ પગલું ગણાય છે.
હાલના દાવામાં વાદીઓ વતી અધિવક્તા ભાવિક ટી. આંબલીયા , ધવલ એ. મેઘાણી અને રાઘવજી વી. ઘેલાણી રોકાયેલા છે.