For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

11:39 AM Jul 22, 2025 IST | Bhumika
સિરામિક એકમોના બાકીદારો સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા કરાશે

મોરબીમાં હવે જે સિરામિક એકમોમાં નાણાં ફસાયેલા છે. તેની સામે કેસ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવો નિર્ણય સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયને એસોસિએશનના તમામ વેપારીઓએ વધાવ્યો છે.

Advertisement

મોરબી સિરામિક રો-મટિરિયલ્સ એસોસિએશનની આજે બેઠક મળી હતી. જેમાં અંદાજે સિરામિક એકમોને રો-મટિરિયલ્સ સપ્લાય કરતા અંદાજે 350 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતિષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રો-મટિરિયલ્સના વેપારીના પૈસા જે સિરામિક એકમમાં ફસાયા છે. તેની સામે કેસ કરવામાં આવશે.

આ ઉપરાંત જે એકમોનું પેમેન્ટ આવતું નથી અને ચેક રિટર્ન થયા છે તેને માલની સપ્લાય બંધ કરવામાં આવશે. સાથે હવેથી સિરામિક એકમો સાથે પેમેન્ટ ટર્મ ફિક્સ કરીને જ માલ આપવાનો રહેશે. આ ત્રણ નિર્ણયોમાં તમામ વેપારીઓએ સહમતી દર્શાવી છે. જેથી હવે તેની અમલવારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોરૂૂગેટેડ બોક્સ બનાવતા એકમોએ પણ તાજેતરમાં બેઠકો યોજી સિરામિક ઉદ્યોગો સાથે લાંબી ઉધારીવાળો ધંધો નહિ કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત લાંબા સમયથી પૈસા બાકી હોય તેમને બોક્સની સપ્લાય ન કરવાનો ઠરાવ કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement