રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહી

03:39 PM Nov 14, 2024 IST | admin
Advertisement

સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઇન સોસાયટીને પગલાં ભરવાની છૂટ આપી

Advertisement

હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટમાંથી વધુ એક વખત નિરાશા સાંપડી છે. આ બંને મિલકતોમાં થયેલી વચગાળાની રહેણાંક વ્યવસ્થા જાળવી રાખવાની દાદ માંગતી સ્પેશિયલ લિવ પિટિશન મે-2024માં થયેલ આદેશ પ્રમાણે સૂચવવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાનો અસ્વીકાર કરનાર પ્રબોધજીવનદાસ જૂથ સામે કાનૂની રાહે યોગ્ય પગલાં લેવા યોગી ડિવાઇન સોસાયટીને સર્વોચ્ચ અદાલતે છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સુંદરેશ અને ન્યાયમૂર્તિ અરવિંદકુમારની બેન્ચે આ આદેશ આપ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રબોધજીવનદાસ જૂથના અમીષ સુરેશચંદ્ર દેસાઇએ કરેલી લેટર્સ પેટન્ટ અપીલ ડિસમિસ થતાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન કરવામાં આવી હતી. મે-2024માં ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સાધુઓનો ચોક્કસ સ્થળે જ રહેવાનો આગ્રહ યોગ્ય નથી તેવાં નિરીક્ષણ સાથે પિટિશન ડિસમિસ કરી હતી.

ટ્રસ્ટ વતી સર્વોચ્ચ અદાલતમાં કરાયેલાં સ્ટેટમેન્ટ પ્રમાણે અલગ થયેલ જૂથને વૈકલ્પિક વ્યવસ્થાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે અંગે અલગ થયેલ જૂથે નકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આથી, ટ્રસ્ટે નામદાર સર્વોચ્ચ અદાલતને માર્ગદર્શન અને સ્પષ્ટીકરણની વિનંતી કરી હતી. આ અરજીની તાજેતરમાં તા. 8 નવેમ્બરે સુનાવણી હાથ ધરાતાં સર્વોચ્ચ અદાલતે પ્રબોધજીવન જુથ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનો અસ્વીકાર થયાનું જાણીને કડક વલણ અપનાવતાં ટ્રસ્ટને મિલકતો ખાલી કરાવવા માટે કાનુની રાહે યોગ્ય પગલા લેવાની છુટ આપી છે. એમ આત્મીય યુનિવર્સિટી દ્વારા યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsnot vacate the Haridham-Sokhada group propertiesrajkotrajkot newsSokhada group properties
Advertisement
Next Article
Advertisement