For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના MLA, ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ સામે પત્રિકા બોંબથી ખળભળાટ

04:05 PM Aug 16, 2024 IST | admin
અમદાવાદના mla  ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ સામે પત્રિકા બોંબથી ખળભળાટ

ધર્મેન્દ્ર શાહ, આનંદ ડાગા, અમુલ ભટ્ટ અને વિપુલ સેવકને કટકી કિંગ અને ચંડાળ ચોકડી ગણાવાયા, નનામા પત્રના ગાંધીનગર સુધી પડઘા

Advertisement

અમદાવાદ શહેર બીજેપીમાં ઉકળતો ચરૂૂ જેવી સ્થિતિ, મણિનગરના એક કાર્યકર્તાનો કથિત પત્ર વાયરલ, પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને તેમની નજીકના નેતાઓ વિશે પત્રમાં ઉલ્લેખ, પત્રમાં ભાજપના ચાલુ ધારાસભ્ય સહિત એએમસીના ચાલુ અને પૂર્વ પદાધિકારીઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે અને પત્રના છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યાં છે. જોકે, અમૂલ ભટ્ટ અને ધર્મેન્દ્ર શાહ આ કોઈ વિધ્ન સંતોષીએ ખોટી વિગતો સાથે પત્ર વાયરલ કર્યો હોવાનું કહી રહ્યાં છે.

વાયરલ થયેલા પત્રમાં ઉલ્લેખાયું છે કે, અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. આ પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાઠગાંઠમાં લપેટાયો. આ કટકી કીંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે.

Advertisement

આ ભાઈ એ વખતથી ડાગાની ઓફીસનાં પહેરેદાર બન્યા એ મણીનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાળ ચોકડીને કારણથી કોઈ બોલતા નથી. આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે. શીતલબેન ડાગાને દંડક બનાવામાં તેમનો મોટો રોલ હતો. હવેથી આ દરવાજે જતા બંધ થઈ જશે. એની પાસે રાતોરાત આટલો પૈસો કેવી રીતે આયો?

હવે બધા બોલે છે આવાને કોણે ટીકીટ આપી ? એની હવે ખાનગી તપાસ કરી બધી વાતો એક પછી એક લેટરથી જાણ થશે. એ કોરર્પોરેટરો એમાં ખાસ મહિલાઓનું જાહેર અપમાન કરે છે.

ટોળીનો લીડર પકડાયો હવે પોતાની જાતને સેવાભાવી હોવાનો દેખાડો કરતા આ કટકી કીંગનો જ વારો છે. બધા છાપામાં, ફેમીલીમાં અને વીસ્તારમાં આ લેટર છાપીને બધા લોકોને વહેંચાશે એટલે આ કટકી કીંગ શાહુકારની બધાને ખબર પડશે. લેટર મળશે એટલે જાત બચાવવા દોડધામ કરશે. બધા કાર્યકરો આનાથી ચેતે આવો પત્ર એક ભાજનો કાયર્તા નામે લખાયો છે.

આ પત્ર વાયરલ થતાં જ અમૂલ ભટ્ટથી લઇને ધર્મેન્દ્ર શાહ પોતાના બચાવમાં ઉતરી આવ્યા છે. અમદાવાદના સ્થાનિક રાજકારણમાં આ પત્રએ ભારે ચર્ચા જગાવી છે. હવે શું અમદાવાદમાં અમૂલ ભટ્ટનો વારો પડશે એ ભાજપમાં ચર્ચાનો વિષય છે. સમગ્ર ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યાં છે. ભાજપ આ મામલે ખાનગીમાં તપાસ કરી રહી છે.

નેતાઓએ તો આ કોઈ વિધ્ન સંતોષીનું કામ હોવાનું કહી આ મામલે ચૂપકીદી સાધી લીધી છે પણ આ પત્ર હાલમાં ભાજપમાં ચર્ચાનો વિષય બનતો જાય છે. આ અમે નથી કહેતા પણ તમામ આક્ષેપો વાયરલ થયેલા નનામ પત્રમાં કરાયેલા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement