જામકંડોરણા ઇન્દિરા નગરના ઝૂંપડાઓ હટાવી દેવાની આગેવાનો દ્વારા ધમકી
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવા ની જગ્યા પર થોડોક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ નિર્દોષ અને માસુમ બાળકને હાથ પગ અને માથાંના ભાગમાં બચકા ભરી લેતાં ઘટના સ્થળે રવીનાથ નામના સાત વર્ષના બાળક મોત નિપજયું હતું.
આ વિસ્તારમાં ધટના વાળી સ્થળ પર કાયમી કુતરા ના ત્રાસ ભય ના ઓથરે રહે છે. બાળકના કમકમાટીભર્યા મોત ના પગલે સમગ્ર જામકંડોરણા પંથકમાં ભારે ચિત્કાર ભરેલી લાગણી ફેલાઇ ગઇ હતી બાળક ના સ્વજનો સહિત ઈન્દિરા નગર વિસ્તારના લોકોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ગયા હતા જામકંડોરણા મામલતદાર તે સમય મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા , ઘટના સ્થળે દિવાલ બનાવવી , કુતરા નું ખશીકરણ કરવું , પોલીસ બંદોબસ્ત આપવો , મૃત પશુઓની જગ્યા અન્યત્ર ખસેડવા પાત્ર થતી હોય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી , મૃત બાળકના પરીવાર ને સરકારી સહાય ની સહિતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કચેરી લેખીતમાં જાણ કરી હતી ધોરાજી ના પ્રાંત અધિકારીએ મૃત પરીવાર આશ્ર્વાસન આપીને ધરણાંનો સુખદ અંત લાવ્યો હતો.
આ વિસ્તારના લોકોને સુખદ અનુભવ થોડીક સમય રહ્યો ધટના સ્થળવાળી જગ્યાએ ફરી થી મૃત પશુઓની ખાલ ઉતારવા ની કામગીરી શરૂૂ કરવામાં આવી તેથી આ વિસ્તારના લોકોએ તા 17/1/24 ના રોજ મામલતદાર કચેરીએ લેખીત અતને મૌખિક રજૂઆત કરી હતી તા 18/1/24 ના આ વિસ્તારમાં રખડતાં ભટકતાં કુતરા નું ખશીકરણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે જામકંડોરણા ના રાજકીય આગેવાને આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ને ધમકી આપી ને જણાવ્યું હતું કે તમારા ઝુંપડાઓને જેસીબી થી હટાવી દઈશું. જેથી કાયમી ધોરણે આ ઝંઝટમાંથી છુટકારો મળશે.
આજરોજ સ્થાનિક લોકો દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરીએ એકઠાં થયાં હતાં અને રેલી સ્વરૂૂપે જામકંડોરણા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી ધરણાં પર બેસી ગયા છે.