મનપાની બેધારી નીતિ સામે ધરણાં ધરતા નારી સુરક્ષા સમિતિના આગેવાનો : મહિલાઓને રાસ માટે મેદાન ન અપાતા રોષ
કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) એક સંયુક્ત યાદી જણાવે છે કે 24 વર્ષોની પરંપરા મુજબ શરદ પૂર્ણિમાના દિવસે યોજાનારા શરદોત્સવ ક્રિષ્ના મહિલા રાસોત્સવ-2024ની શેઠ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ માટેની અરજી તારીખ 1/10 ના મ્યુનિસિપલ કમિશનર અને આચાર્યને આપવા છતાં ગ્રાઉન્ડ અંગેની અરજીમાં કોઈ નિર્ણય ન લેવાતા ગઈકાલે મહિલા સભ્યોએ 80 ફુટ રોડ પર શેઠ હાઇસ્કુલ ગેઇટ પાસે યોજવામાં આવેલ અને તંત્રની તુમારશાહી અને તાનાશાહી સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એ પણ ખુલો ટેકો આપી કાર્યક્રમમાં જોડાયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
હવે આ પ્રશ્ર્ન મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરાશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અડધો ડઝનથી વધુ મેદાનો ભાડે આપવામાં આવેલ છે તે અર્વાચીન રાસો છે. જ્યારે પ્રાચીન રાસ અને ફક્ત મહિલાઓ હોવા છતાં કોઈપણ પ્રકારની ફી લીધા વગર રાસ રમાડવામાં આવતા હોવા છતાં તંત્ર દ્વારા જવાબ દેવાની દરકાર ન લેવાતા અને *ક્રિષ્ના મહિલા રાસોત્સવ 2024 અરજી કચરાપેટીમાં પધરાવી દેવામાં આવી છે.
ઉપરોક્ત સંસ્થા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સસ્થાના હોદ્દેદારો, લતાવાસીઓ, એડવોકેટ મિત્રો, વેપારીઓ, કોંગ્રેસના આગેવાનો ધરણામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, શૈલેષભાઈ કપુરીયા, હંસાબેન સાપરિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, પટેલ નાગજીભાઈ વિરાણી, સુરેશભાઈ ગેરૈયા, મનોજભાઈ ગઢવી, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, હરિભાઈ રાઠોડ, અનવર ભાઈ ઓડીયા, રમેશભાઈ તલાટીયા, પ્રવીણભાઈ લાખાણી, જતીનભાઈ ટાંક, શ્યામલ રાચ્છ, નરવીરસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, દીપકભાઈ રાણપરા, ઈબ્રાહીમ સોરા સલિપના રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા.