ત્રંબા-વડાળી રોડના આજી નદી પર 590 લાખના ખર્ચે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત
રાજકોટ તાલુકામાં વિવિધ વિકાસકાર્યો વેગવંતા બન્યા છે ત્યારે રાજકોટ તાલુકાના અવિરત વિકાસ યાત્રાના ભાગરૂૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણ નિમિત્તે ઉજવાતા ‘વિકાસ સપ્તાહ’ દરમિયાન રાજકોટ તાલુકાના ત્રંબા-વડાળી રોડ પર આજી નદી પર રૂૂ. 590 લાખના ખર્ચે મેજર બ્રિજના રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા મોરચા મહામંત્રી વર્ષાબેન ખૂંટ, તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા (મુખી), મહામંત્રી અજય મકવાણા, તથા વિભિન્ન ગામોના સરપંચ ઓ બાબુભાઈ મોલિયા, કુલદીપસિંહ ભટ્ટી, સુરપાલસિંહ જાડેજા, પ્રતિનિધિ ગિરીશભાઈ કથિરીયા, ભાવેશભાઈ પીઠવા સહિતના આગેવાનો મહેશભાઈ આટકોટિયા, કલ્પેશભાઈ રૈયાણી, શુભમ સોજીત્રા, છગનભાઈ સખિયા, સુરેશભાઈ જાદવ,પ્રહલાદસિંહ જાડેજા,ધીરૂૂભાઈ મેણીયા,બાબુભાઈ ટીંબડીયા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાજકોટ જીલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ ભુપતભાઇ બોદરએ જણાવેલ કે ત્યારે રાજકોટ તાલુકાના ત્રંબા-વડાળી રોડ પર આજી નદી પર મેજર બ્રિજના નિર્માણથી મેજર બ્રિજના નિર્માણથી ત્રંબા, વડાળી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુલભ પરિવહન, ઝડપી જોડાણ અને વિકાસનો નવો વેગ મળશે. રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુલભ પરિવહન સુવિધા મળશે.
આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને વિકાસના નવા દ્વાર ખુલશે જે ભાજપ સરકારના લોકહિતકારી પ્રયાસોની જીવંત સાક્ષી છે. આ તકે રાજકોટ તાલુકાના ત્રંબા-વડાળી રોડ પર આજી નદી પર મેજર બ્રિજના નિર્માણ માટે રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા દ્વારા કરાયેલા સક્રિય પ્રયત્નો બદલ ભૂપતભાઈ બોદર એ તેમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.