પોલીસના વાણી-વર્તન અંગે ગૃહમંત્રી સમક્ષ વકીલોની ફરિયાદ
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીની રાજકોટની મુલાકાત દરમિયાન સરદાર બાગ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, દર્શીતાબેન શાહ તેમજ ટોચના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગૃહ મંત્રીએ અગ્રણી વકીલો સાથે બેઠક કરી હતી. જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, લીગલ સેલના વકીલો અને વિવિધ બારના એડવોકેટસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા વકીલો સાથે અણછાજતું વર્તન રહેતું હોવા અંગે રજુઆત થઈ હતી. ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓને આ અંગે સ્પષ્ટ સૂચના આપી હતી. વકીલોનું માન સન્માન જળવાઈ રહે તે રીતે વર્તન કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત અગ્રણી વકીલો દ્વારા રજુઆત કરાઈ હતી કે, કોઈ વકીલ સામે કોઈ ગુનામાં આક્ષેપ થાય ત્યારે પહેલા તપાસ કરવી પછી ગુનો દાખલ કરવો. રાજકોટ જિલ્લા ન્યાયાલય (જામનગર રોડ નવું કોર્ટ બિલ્ડિંગ) ખાતે જતી વખતે ટ્રાફિકને લઈને સમસ્યા રહેતી હોય, જે અંગે પણ રજુઆત થઈ હતી. ઉપરાંત સરકારી વકીલ (એજીપી)ના ઇન્ટરવ્યૂ લેવાઈ ગયા હોય છતાં પણ નિમણુંક ન થઈ હોય, બે વર્ષથી નિમણુંક અટકી પડી હોય તે અંગે પણ યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી હતી. આ સિવાય અશાંત ધારા અંગે પણ રજુઆત થઈ હતી. હાલના જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા દ્વારા ગૃહમંત્રીને માહિતગાર કરાયા હતા કે, રાજકોટ જિલ્લા ન્યાયાલય સેશન્સ કોર્ટમાં સજાનું પ્રમાણ 36 ટકા છે જે ગુજરાતમાં સૌથી વધુ છે. 300થી વધુ કેસમાં સજા થઈ છે, હજુ તેને વધારવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ મિટિંગમાં બાર એસો.ના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા, એપીપી દિલીપભાઈ મહેતા, કમલેશભાઈ ડોડીયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ, દિલેશભાઈ શાહ, જી.એલ. રામાણી, વીરેન વ્યાસ, રક્ષિત કલોલા, પી.સી. વ્યાસ, આબીદ સોસન, પરાગ શાહ, મુકેશ પીપળીયા, સ્મિતાબેન અત્રી, બિનલબેન રવેશિયા, રમેશ કથીરિયા, એમ.જે. પટેલ, સુમિત વોરા, અતુલ જોશી, અનિલ ગોગિયા, અજય જોષી બાર એસો.ના ઉપપ્રમુખ સુમિત વોરા, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા, એપીપી દિલીપભાઈ મહેતા, કમલેશભાઈ ડોડીયા, રક્ષિત કલોલા, આબીદ સોસન, પરાગ શાહ, અતુલ જોશી, અનિલ ગોગિયા, સ્મિતાબેન અત્રી, બિનલબેન રવેશિયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, વીરેન વ્યાસ, રમેશ કથીરિયા, એમ.જે. પટેલ, અજય જોષી, સી.એચ. પટેલ, પાર્થરાજસિંહ ઝાલા, કિશનભાઇ રાજાણી અને ધર્મેશ સખીયા સહિતના સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.