ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનારના લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર કર્યાનો વકીલ જોષીનો આરોપ

05:07 PM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ 19 મી એ ચૂંટણી યોજનાર છે જેમાં આર બી એ પેનલના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આરબીએ પેનલના કેટલાક વર્તમાન હોદ્દેદારો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો - ચેરમેન દિલીપભાઈ પટેલ સામે તાજેતરમાં યોજાયેલા નેશનલ લીગલ સેમિનારના આયોજનમાં લાખો રૂૂપિયા ઉઘરાવી ખર્ચની રકમ કરતાં અનેક ગણી રકમનો ભ્રષ્ટાચાર કર્યા નો સનસનીખેજ આક્ષેપો કરતી ફરિયાદ રાજકોટના એડવોકેટ જીગ્નેશભાઈ જોશી દ્વારા ગુજરાત બાર ઓફ કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને વાઇસ ચેરમેનને ફરિયાદ કરતા વકીલ વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

આગામી બાર એસો. ની ચૂંટણીમાં આજે આરબીએ પેનલના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે એડવોકેટ જીગ્નેશ જોશી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો એ વકીલ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. એડવોકેટ જીગ્નેશ જોશી દ્વારા થયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરેલ છે કે રાજકોટ બાર એસોસિએશન નું વર્ષોથી રાજકોટ નાગરિક બેંકમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ ખાતે બાર એસોસિએશન દ્વારા યોજાયેલા નેશનલ લીગલ સેમિનારના ખર્ચની રકમ મેળવવા માટે કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખોલતા પહેલા વર્તમાન બાર એસોસિયેશનની બોડી દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવી મંજૂરી લેવી જોઈએ પરંતુ આવી કોઈ મંજૂરી લીધા વગર રાજકોટ બાર એસોસિએશન ના નામે એકાઉન્ટ ખોલીને તેમાં જુદી જુદી કોલેજો માંથી રૂૂપિયા 11.40 લાખ રકમ મેળવી ખાતામાં જમા કરાવી હતી.

આ ઉપરાંત સેમિનારમાં ભાગ લેનાર દરેક વકીલ પાસેથી ₹400 રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી હતી. 2500 વકીલો પાસેથી લેવામાં આવેલ રકમ કુલ ₹10,00,000 થાય છે. આ રકમમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઈ દ્વારા રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વકીલોને કીટ સાથે પુસ્તકો આપવામાં આવેલા જેમાં બાર કાઉન્સિલના દિલીપભાઈએ પોતાના નામ અને હોદાવાળા થેલાઓ અને પુસ્તકો છપાવી 2500 રજીસ્ટ્રેશન કરનાર વકીલોને અપાયા હતા જે કૃત્ય સંપૂર્ણપણે ગેરકાયદે અને એડવોકેટ રૂૂલ્સની જોગવાઈ વિરુદ્ધ છે. જીગ્નેશભાઈ જોશી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે મુજબ 2500 વકીલો પાસેથી રજીસ્ટ્રેશન ફીના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના 20 લાખ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પાંચ લાખ અને ખાતામાં થયેલા વ્યવહાર અને રોકડ ફીની આવક ગણી જે કુલ રૂૂપિયા 21.40 લાખ થાય છે આ બધી રકમો ગણાતા કુલ 49.40 લાખનું ઉઘરાણું કરવામાં આવ્યા નો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવેલો છે.

આજે આર બી એ પેનલના હોદ્દેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે એડવોકેટ જીગ્નેશભાઈ જોશી દ્વારા રાજકોટ બાર એસો.ના કેનેરા બેન્કમાં ખોલાયેલા એકાઉન્ટ નંબર અને કઈ કઈ કોલેજો અને ટ્રસ્ટો પાસેથી ઉપરોક્ત રકમ ઉઘરાવીને કેનેરા બેન્કના એકાઉન્ટમાં જમા કરાવી છે તેની બેન્ક ડીટેલ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેર કરતા રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણી યોજાઇ તે પૂર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વકીલોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અંગે પોલીસમાં પણ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવામાં આવશે તેમ એડવોકેટ જીગ્નેશભાઈ જોશી એ મીડિયા ને જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement