રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ: હેલ્પલાઇન નંબર જાહેર

05:37 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસને નવા શહેર પ્રમુખ મળ્યા બાદ કાર્યકરોમાં ઉત્સાહ પ્રવર્ભ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાસે પોતાનું કાર્યાલય ન હોવાના કારણે સમસ્યા અનુભવાતિ હતી. ગઇકાલે શહેર કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનું પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના હસ્તે ઉદઘાટન કરી કાર્યાલય ખુલ્લુ મુકાયેલ છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જણાવ્યું હતું કે આગામી લોકસભા અને બે વર્ષ પછી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક આગેવાનો અને કાર્યકરોએ શેરી ગલીઓમાં લોકોના પ્રશ્નો ઉકેલી કોંગ્રેસને મજબૂત બનાવવા દરેકે ખંભે ખભા મિલાવી પ્રયત્ન કરવો અને જ્યાં ભાજપને જીત મળી છે તે વિસ્તારોમાં ખાસ કરીને લીડ ઓછી થાય અને કોંગ્રેસને લીડ મળે એ પ્રકારના પ્રયાસો કરવા ભાજપની સામ-દામ દંડની નીતિ સામે કોંગ્રેસના કાર્યકરો પૂરી મહેનત અને લોક પ્રશ્નો અંગે લડત ચલાવી વાદવિવાદ અને ગ્રુપિઝમ રાજકારણ એક બાજુએ મૂકી વર્ષ 2000 થી 2005 માં જે રીતે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું તે પ્રકારે ફરી એક વખત કોંગ્રેસ સત્તામાં આવે એ માટે આપણે સૌએ તનતોડ મહેનત કરી એક થઈ ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અને 70 વર્ષનો શાસનમાં કોંગ્રેસે કરેલા કામો અને લોકહિતના જે નિર્ણયો લીધા હતા તેની ટૂંકમાં રૂપરેખા આપવામાં આવી હતી.

કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના આગેવાનોએ સંગઠન અને કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી અંગે પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 થી 18 ના નાગરિકો માટે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં લોકો પોતાના વ્યાજબી અને અણ ઉકેલ પ્રાથમિક પ્રશ્નો અંગે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય, રેસકોર્સ ખાતે હોટેલ લેમન ટ્રી વાળી શેરી, જિલ્લા પંચાયત ચોક, જાગનાથ પ્લોટ - 41, રાજકોટ - 360001. ખાતે બે નકલમાં લેખિતમાં મોકલી આપવા અથવા રૂૂબરૂૂમાં સવારે 10 થી 1 સાંજે 4 થી 7 લોક પ્રશ્નો આપી જવા કાર્યાલયના નંબર 9426443511, 9426229396 છે.
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસની તમામ સેલના વડાઓ, યુથ કોંગ્રેસ, એન એસ યુ આઈ, કોંગ્રેસ સેવાદળ, એસસી સેલના આગેવાનો, ઓબીસી સેલ, લઘુમતી સેલ સહિતના કોંગ્રેસના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા, રાજદીપસિંહ જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, નયનાબા જાડેજા (સેવાદળ), પૂર્વ કોર્પોરેટરો પ્રવીણભાઈ સોરાણી, દિલીપભાઈ આસવાણી, નિર્મળભાઈ મારુ, સંજયભાઈ અજુડીયા, મેઘજીભાઈ રાઠોડ, કોંગી આગેવાનો ગૌરવ પુજારા, હાર્દિકભાઈ પરમાર, પુનમબેન રાજપૂત, રાણાભાઇ સોલંકી, અજીતભાઈ વાંક, સરલાબેન પાટડીયા, કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, કેતનભાઇ તાળા, કનકસિંહ જાડેજા, અશોકભાઈ આહીર, જીતુભાઈ રાઠોડ, જીગ્નેશ વાગડિયા, જસુબા વાંક, મેરૂનબેન કુરેશી, અમિત ઠાકર, રમેશભાઈ જુંજા, ભરતભાઈ આહીર, પ્રવીણ પરમાર, અભિષેક તાળા, સંજય કથરેચા, દીપુબેન રવૈયા, જયાબેન ચૌહાણ, મીનાબેન જાદવ, મહોબતસિંહ ઝાલા, તેજસ જોષી, તુષિત પાણેરી, દિનેશભાઈ પટોડીયા, હેમલ પેશીવાડીયા, જય કારીયા, જગદીશભાઈ ડોડીયા, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબા રાઠોડ, પરમાર ભરતભાઈ, સલીમ કારીયાણી, દેવેન્દ્રસિંહ રાણા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement