ગોંડલ ચોકડી ખાતે ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગોંડલ ચોકડી બી.આર.ટી.એસ. બસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ માટે બનાવવામાં આવેલ 180 કિલો વોટના કુલ 5 ચાર્જર(4 1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું. ચાર્જીંગ સ્ટેશન ખાતે ચાર્જીંગ કરવામાં આવેલ ઈ-બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રૂૂપે બસ ડેપો કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં.12ના મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, આર.આર.એલ.ના જનરલ મેનજર વાય. કે.ગોસ્વામી, આર.આર.એલ.નાં ડેપ્યુટી જનરલ મેનેજર એ.આર.લાલચેતા, ડેપ્યુટી એન્જીનિયર કે.પી.દેથરીયા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના મેનેજર મયુર ખીમસુરીયા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, આર.આર.એલ.ના અધિકારી-કર્મચારીઓ, એજન્સીના ડાયરેક્ટર અને પ્રતિનિધિઓ, અગ્રણી ચેતનભાઈ લાઠીયા, ચેતનભાઈ વસોયા વગેરે ઉપસ્થિત રહેલ.
રાજકોટ મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારનાં એકમ ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ.-નવી દિલ્હીની FAME INDIA SCHEMEઅંતર્ગત ઇલેક્ટ્રિક બસનાં પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ અને બીજા તબકકામાં 100 ઇલેક્ટ્રિક બસ એમ મળી કુલ 150 ઇલેક્ટ્રિક બસ મંજુર થયેલ જે પૈકી, પ્રથમ તબક્કાની 50 ઇલેક્ટ્રિક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે જ્યારે બીજા તબક્કાની 100 ઇલેક્ટ્રિક બસ પૈકી અત્યાર સુધીમાં 75 ઇલેક્ટ્રિક બસ મળી કુલ 125 ઇલેક્ટ્રિક બસની ડીલેવરી એજન્સી દ્રારા કરવામાં આવેલ છે. જે બસ શહેરમાં કાર્યરત કરવામાં આવેલ છે.
હાલ, ઈલેક્ટ્રિક બસનાં ચાર્જીગ માટે અમુલ સર્કલ પરનો ડેપો કાર્યરત છે જેમાં કુલ 19 ચાર્જરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. આ ચાર્જરથી નિયત શેડ્યુલ મુજબ હાલનાં તબક્કે અંદાજીત 77 ઇલેક્ટ્રિક બસનું ચાર્જીગ કરવામાં આવે છે. આમ, હાલ ઉપલબ્ધ અને ભવિષ્યમાં આવનાર વધુ ઇલેક્ટ્રિક બસોની ચાર્જીગ તથા પાર્કીગની સુવિધા પણ ઉભી કરવાની જરૂૂરિયાતને લક્ષમાં લઈને રાજકોટ રાજપથ લી અને PMI Electromobility pvt ltd. સાથે થયેલ આ કામનાં મુળ કરાર મુજબ ગોંડલરોડ ડેપો ખાતેની જગ્યા માં વધુ 180 કિલો વોટનાં કુલ 5 ચાર્જર(4 1 સ્પેર) મુજબ ઇલેક્ટ્રિક બસની ચાર્જીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.
આ જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન-ડેપો બનવાથી બી.આર.ટી.એસ.માં મુસાફરી કરતાં લોકોને સમયસર તેમજ વિશેષ ફ્રિકવન્સીથી ઇલેક્ટ્રિક બસ મળી શકશે. હાલ દૈનિક અંદાજીત 22,000 મુસાફરો બી.આર.ટી.એસ. પર ચાલતી 22 ઇલેક્ટ્રિક બસનો લાભ લે છે. ગોડલ રોડ પર અંદાજીત 2925 સ્કે. મિટર ક્ષેત્રફળ જેટલી જગ્યામાં ઈલેક્ટ્રિક બસ ચાર્જીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેમાં ચાર્જીગ ઈન્ફ્રાસ્ટ્રકચરનાં ભાગરૂૂપે 180 કી.વો.નાં કુલ 5(પાચ) ચાર્જર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ ચાર્જરથી ચાર્જીગ શેડ્યુલ મુજબ વિશેષ 22-25 ઇલેક્ટ્રિક બસનું ચાર્જીગ કરી શકાય છે. જેથી શહેરનાં બી.આર.ટી.એસ. કોરિડોર પર ચાલતી ઇલેક્ટ્રિક બસને ચાર્જીંગ હેતુ આજી ડેપો, અમુલ સર્કલ ખાતે મોકલવાની જરૂરિયાત રહેશે નહિ જેનાં લીધે મુસાફરોને બી.આર.ટી.એસ. બસ સમયસર મળતી રહે.