For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિ

03:46 PM Jun 16, 2025 IST | Bhumika
અમદાવાદ સિવિલમાં સ્વ  વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર  મુખ્યમંત્રી સહિતના નેતાઓ અંજલિબેને અર્પી પુષ્પાંજલિ

ચાર દિવસ બાદ પાર્થિવદેહ પરિવારને સોંપાયો, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, નીતિન પટેલ, પોલીસવડાની હાજરી

Advertisement

ગુજસેલના વિમાન માર્ગે પાર્થિવદેહ અમદાવાદથી હિરાસર લવાયો, રાજકોટમાં પણ સાંસદો-ધારાસભ્યો, ભાજપના નેતાઓ સતત હાજર

રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય અને રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુ અમદાવાદ ખાતે ગત તા. 12 નાં રોજ બપોરે વિમાન દુર્ઘટનામા નિધન થતા આજે ચાર દિવસે તેમનો પાર્થિવદેહ બપોરે 12-00 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાથી તેમના પરિવારજનોને સોંપવામા આવ્યો હતો.

Advertisement

ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ સ્વ. વિજયભાઇને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ. હોસ્પિટલમા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાં નેતાઓ તેમજ સ્વ. વિજયભાઇનાં પરિવારજનોએ પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલથી તેમનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ લઇ જવામા આવ્યો હતો અને ત્યાંથી ગુજસેલનાં વિમાન દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ લાવવામા આવ્યો હતો.

આ પૂર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અંજલીબેન રૂપાણી તેમજ રૂપાણી પરિવારે સ્વ. વિજયભાઇ રૂપાણીને પુષ્પાંજલી અર્પી હતી. આ સમયે અંજલીબેન રૂપાણી તેના પુત્ર ઋષભ રૂપાણી અને પુત્રી રાધિકાને ભેટી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતા. આ સમયે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભરાઇ આવી હતી. હોસ્પિટલે મુખ્યમંત્રી ઉપરાંત નીતિન પટેલ, પોલીસ વડા વિકાસ સહાય, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, હર્ષ સંઘવી વિગેરે ઉપસ્થિત રહયા હતા.

રાજકોટ એરપોર્ટ પર ડો. ભરતભાઇ બોઘરા, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, સાંસદ સભ્યો પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, જીતુભાઇ વાઘાણી ઉપરાંત ઇફકોનાં ચેરમેન દિલિપભાઇ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતનાં ભાજપનાં નેતાઓ, હોદેદારો તેમજ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ સિવાય ઘણા કાર્યકરો તથા નજીકનાં કટુંબીઓ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પણ હાજર જોવા મળ્યા હતા.

હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ યોજેલી બેઠક

અમદાવાદ ખાતે ગત તા. 12 જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર આપવાની તેમજ હતભાગીઓના ડીએનએ મેચિંગથી માંડીને તેમના નશ્વર દેહ પરિજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ હોસ્પિટલના ઉ2 બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરિફિકેશન રૂૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉગઅ નમૂના મેચિંગની સમગ્ર પ્રક્રિયા અને તેની બારીકીઓથી માહિતગાર થયા હતા અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો તથા તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવા જરૂૂરી નિર્દેશો આપ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં તેમણે તમામ ઇજાગ્રસ્તોને આવશ્યક તમામ સેવાઓ અને હતભાગીઓના પરિવારજનોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જરૂૂરી સૂચનાઓ આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement