ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત

12:04 PM Dec 02, 2025 IST | Bhumika
Advertisement

ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પમ્પ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ફોરવ્હીલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Advertisement

મૃતક યુવકની ઓળખ ગઢડાના ભટ્ટી આસીમ યુનુસભાઈ તરીકે થઈ છે. જ્યારે બાઈક પર સવાર અન્ય યુવક સલમાન પઠાણને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ ફોરવ્હીલર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

ગઢડા પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ ફોરવ્હીલર ચાલક કોણ હતો અને ક્યાંનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Tags :
accidentGadhadaGadhada NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement