જન્મ-મરણના દાખલાની લેટ ફીમાં 10 ગણો વધારો
21 દિવસ તથા એક માસ અને એક વર્ષની ફી રૂા.20થી લઈને 100 ચુકવવી પડશે
ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ રૂલ્સ અમલમાં આવ્યા બાદ તેમાં ગત તા. 27ના રોજ સુધારો કરવામાં આવ્યો છે. અને તમામ મહાનગરપાલિકાઓમાં 1 એપ્રિલથી સુધાર નિયમ અંતર્ગત લેટ ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. સુધારા નિયમ મુજબ 21 દિવસ તથા એક માસ અને એક વર્ષની ફી રૂપિયા 20 થી લઈને 100 વસુલવામાં આવશે. તેમજ જૂના રેકોર્ડ શોધવા તથા અન્ય ગુનાના દંડની રકમ રૂા. 10થી વધારી રૂપિયા 100 કરવામાં આવી છે. જેની અમલવારી 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.
સુધારા અનુસાર નિયમ 5 મુજબ
અગાઉ કોઇ મોડી નોંધણી (21 દિવસ થી વધુ)અર્થેની ફી રૂૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 20.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી(1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂૂ. 10.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 100.00 કરવામાં આવેલ છે.
સુધારા અનુસાર નિયમ 13 મુજબ
અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 20.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 20.00 કરવામાં આવેલ છે. કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂૂ. 5.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 50.00 કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂૂ. 2.00 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. 20.00 કરવામાં આવેલ છે.
સુધારા અનુસાર નિયમ 16 મુજબ
આ નિયમના પેટા નિયમ (1), (2) અને (3) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂૂ. 25.00 હતી તે વધારીને રૂૂ. 250.00 કરેલ છે. આ નિયમના પેટા નિયમ (4) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂૂ. 10.00 હતી તે વધારીને રૂૂ. 100.00 કરેલ છે. ઉપરોક્ત વિગતના રાજ્ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂૂરી હોઈ આગામી તા. 01/04/2025 થી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ ફી વધારો અમલ માં મૂકવામાં આવેલ છે.