ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈ
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. જેના લીધે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ આજ દવાખાનાને હોસ્પિટલો દ્વારા રક્ષકના બદલેભક્ષક બનવાની હિન વૃત્તિ ચાલુ રાખી હોય તેમ આરોગ્ય માટે અતિજોખમી તેવા હોસ્પિટલ તેમજ ક્લિનિકમાંથી નિકળતા બાયોમેડીકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યાનું ફરી વખત બહાર આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિૃત એજન્સી નિયત કરવામાં આવી છે.
જે ચાર્જલઈને દરેકક્લિનીક અને હોસ્પિટલેથી સમયસર બાયોવેસ્ટ એકઠો કરી તેમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરે છે. છતાં ફરી એક વખત વોર્ડ નં. 7માં ન્યુ જાગનાથ પ્લોટ ખાતે આવેલ લેન્ડમાર્ક હોસ્પિટલ દ્વારા બાયોવેસ્ટ ટીપરવાનમાં નખાતો હોવાની બાતમી મળતા આજે મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વોચ ગોઠવવામાં આવેલ જેમાં આજે સવારે લેન્ડ માર્ક હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં ઈન્જેક્શન, સીરીન, નિડલ જેવો બાયોવેસ્ટ ઠલવતા હોસ્પિટલના માણસોને રંગેહાથ પકડી હોસ્પિટલને રૂા. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વોર્ડ ન 7, ન્યુ જાગનાથ પ્લોટ ખાતે આવેલ લેન્ડમાર્ક હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
તા. 15-07-2025ના રોજ લેન્ડમાર્ક હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગર પાલિકાની રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.