શુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચા
03:50 PM May 14, 2025 IST | Bhumika
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક આગામી તારીખ 16મી, શુક્રવારના રોજ યોજાશે. આ બેઠકમાં સમિતિ દ્વારા કુલ 70 જેટલા કેસો પર ગહન ચર્ચા કરવામાં આવશે.
Advertisement
વધુમાં, સમિતિ દ્વારા આ કેસોના સંદર્ભમાં 20 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સાંભળવામાં આવશે. અરજદારોને તેમની રજૂઆત કરવાનો અને પુરાવા રજૂ કરવાનો મોકો મળશે, જેના આધારે સમિતિ તટસ્થ મૂલ્યાંકન કરી શકશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન પચાવી પાડવાના કેસોનો ઝડપી અને યોગ્ય નિકાલ લાવવાનો છે, જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
Advertisement
Advertisement