લાલપુરના પ્રખ્યાત મિલન રગડાની ડીસમાં ઈયળ નીકળતા ચકચાર
ખાણીપીણીની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલી પ્રખ્યાત ખાણીપીણીની દુકાન, મિલન રગડા, હાલમાં ગંભીર વિવાદમાં છે. દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેના ગંભીર આરોપો સામે આવ્યા છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં દુકાનમાં વપરાતી શાકભાજી અને બેકરીના પાઉં વાસી હોવાનું અને રગડામાં જીવતી ઈયળો હોવાનું દર્શાવવામાં આવ્યું મિલન રગડા નામની દુકાનમાં ગંભીર બેદરકારી આચરવામાં આવી છે.
દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા હલકી હોવાના પુરાવા મળ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.છે. આ વીડિયોને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ મામલે જાગૃત નાગરિકોએ ફૂડ સેફ્ટી અને આરોગ્ય વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે દુકાનના માલિક ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે અને હલકી ગુણવત્તાવાળો ખોરાક વેચીને લોકોના આરોગ્ય સાથે જોખમ રમી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક તંત્રને ગંભીર નોંધ લેવા મજબૂર કરી છે. આરોપોની તપાસ કરવા માટે ફૂડ સેફ્ટી વિભાગની એક ટીમને દુકાન પર મોકલવામાં આવી છે. જો આરોપો સાચા સાબિત થાય તો દુકાન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. લોકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે સાવચેત રહે અને સ્વચ્છ અને હેલ્ધી ખોરાક જ ખાય.