લાલો, કૃષ્ણ સદા સહાયતે ફિલ્મનું કલેકશન રૂા.42.75 કરોડને પાર
ગુજરાતી લાલો - કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝના 35 દિવસમાં વર્લ્ડ વાઈલ્ડ 42.75 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મના શાનદાર પ્રદર્શનના જોતા ફિલ્મ ટુંક સમયમાં જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.
લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે રિલીઝના 35 દિવસે 3.1 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે ભારતમાં કુલ 39.1 કરોડ અને વર્લ્ડ વાઈલ્ડ 42.75 કરોડનું કલેક્શન કરી લીધું છે. તે જોતા ફિલ્મ ટુંક સમયમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મને પાછળ છોડી શકે છે. આ ફિલ્મે મીડિયા અહેવાલો અનુસાર 50 કરોડથી વધુની કમાણી કરી હતી. બીજી મહત્વની વાત એ પણ છે કે ફિલ્મને રિલીઝના ત્રીજા અઠવાડિયા બાદ જબરદસ્ત લોક ચાહના મળી. જે ફિલ્મને લાખોની કમાણીના પણ ફાંફા પડતા હતા એ ફિલ્મ કરોડોના કલેક્શનમાં પહોંચી ગઈ છે અને રિલીઝના મહિના બાદ પણ તેની કમાણી ઘટવાને બદલે વધી રહી છે. તે જોતા ફિલ્મ એક નવો રેકોર્ડ બનાવી શકે છે.