For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પેઇડ FSIના હપ્તાની લાલિયાવાડી બંધ, નવીનીતિ તૈયાર

05:25 PM Aug 10, 2024 IST | Bhumika
રાજકોટમાં પેઇડ fsiના હપ્તાની લાલિયાવાડી બંધ  નવીનીતિ તૈયાર
Advertisement

25 લાખ સુધીની પેઇડ FSIમાં 25 લાખ સુધીની રક્મમાં કોઇ હપ્તા નહીં, વધારાની રક્મમાં પણ એક વર્ષ સુધીના ચાર જ હપ્તા કરી અપાશે

સમય મર્યાદા વધુ માગે તો વ્યાજ અને વહીવટી ચાર્જ વસૂલાત, હપ્તાના ચેક એડવાન્સ લેવાશે, ચેક બાઉન્સ થાય તો 18 ટકા વ્યાજ

Advertisement

આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અટલ સરોવર ખાતે મળશે, નવીનીતિની દરખાસ્ત પણ મુકાઇ

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સસ્પેન્ડ ટીપીઓ એમ.ડી. સાગઠીયાના બહાર આવેલા કૌભાંડો સાથે પેઇડ એફએસઆઇના લાંબી મુદતના વગર વ્યાજના હપ્તા કરી આપવાનું કૌભાંડ પણ ધ્યાને આવતા અંતે રાજકોટ મહાનગરપાલિકાએ પણ અન્ય મહાનગરપાલિકાઓની માફક પેઇડ એફએસઆઇના વેંચાણ અને હપ્તા માટે નવીનિતી તૈયાર કરી છે.

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ આ નવી નીતિનો ડ્રાફટ તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટિમાં દરખાસ્ત રજુ કરશે. આગામી અઠવાડિયે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળે તેમાં આ દરખાસ્તને લીલી ઝંડી મળી જાય તેવી શક્યતા છે.

રાજકોટ મહાનગર પાલિકામાં અત્યાર સુધી પેઇડ એફએસઆઇની રકમના કેટલા અને કેટલી મૂદતના હપ્તા કરી આપવા તેના કોઇ નીતિ નિયમો જ હતા નહીં. અમૂક કિસ્સાઓમાં પેઇડ એફએસઆઇની રકમ ખૂબ મોટી થતી હોવાથી અવાર-નવાર જમીન માલિકો લાંબી મૂદતના હપ્તા કરી આપવા રજુઆતો કરતા હતા અને સ્થાનિક અધિકારીઓ ઘટના નિયમો બનાવી ઇચ્છા મુજબ હપ્તા નક્કી કરી આપતા હતા આ પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવતો હતો.

રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓ જેવી કે, સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા તથા રૂૂડા કચેરી દ્વારા ચાર્જેબલ એફ.એસ.આઈ. તથા ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમના હપ્તા કરી આપવા અલગ-અલગ નીતિઓ અપનાવવામાં આવે છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી લાલિયાવાડી ચાલતી હતી.

રાજકોટ મહાનગરપાલિકામાં પણ ચાર્જેબલ એફ.એસ.આઈ. તથા ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમના હપ્તા કરી આપવા માટે તૈયાર કરાયેલ નવી નીતિ મુજબ રૂૂપિયા 25,00,000/- (રૂૂપિયા પચીસ લાખ) સુધીની રકમમાં કોઈ પણ પ્રકારનો હપ્તો કરવાનો રહેશે નહી પ્રકરણમાં સક્ષમ સત્તાધિકારીની મંજુરી મળ્યે કુલ ભરવાપાત્ર રકમના 25% રકમ ભરપાઈ કર્યા બાદ જ બાકી રહેતી 75% રકમના મહત્તમ એક વર્ષના વધુમાં વધુ 4 હપ્તા કરી આપવાના રહેશે.

હપ્તાની રકમ ઝોન કક્ષાએ સીટી એન્જીનીયર દ્વારા તથા મધ્યસ્થ શહેરી વિકાસ ખાતેથી ટી.પી.ઓ. દ્વારા મંજુર કરવાની રહેશે પરંતુ જો કોઈ કિસ્સામાં અરજદાર દ્વારા નિયત સમયગાળો એટલે કે 1 વર્ષથી વધુ સમયના હપ્તાની માંગણી કરે તો તેવા કિસ્સામાં ઝોન કક્ષાએ નાયબ કમિશ્નર તથા મધ્યસ્થ શહેરી વિકાસ ખાતામાં કમિશ્નરની મંજુરી મેળવવાની રહેશે પરંતુ કોઈ પણ કિસ્સા માં સુંદર સમયમર્યાદા 2 વર્ષથી વધુ આપવાની રહેશે નહિ.
હપ્તાની રકમ પર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ + 2% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે તે અથવા મીનીમમ 6.50% બેંક રેઈટ + ર% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે, એ બંનેમાંથી જે મહત્તમ વ્યાજદર હોય તે દર મુજબનું વ્યાજ ભરવાનું રહેશે. જે કિસ્સાઓમાં ચેક બાઉન્સ થાય ત્યારે બાઉન્સ થયેલ ચેકમાં ઉલ્લેખિત રકમ પર 18(અઢાર)% પેનલ્ટી પ્રતિમાસ મુજબ વસુલવાની રહેશે એટલે કે ચેક બાઉન્સના દિવસથી ત્રીસ દિવસ વચ્ચેના કોઈપણ સમયગાળા માટે 18% પ્રતિમાસ વ્યાજ ગણવાનું રહેશે.
હપ્તાની રકમના પોસ્ટ ડેટેડ ચેક જે તે અરજદારે વિકાસ પરવાનગી મેળવતા પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરાવવાના રહેશે. જે કોઈ કિસ્સામાં નિયત કરેલ હપ્તાનો સમયગાળો પૂરો થાય તે પહેલા બી.યુ.સી. આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સાઓમાં તમામ હપ્તાની રકમની વસુલાત કાર્ય બાદ જ બી.યુ.સી. આપવાનું રહેશે.

આ ઠરાવ થયાની તારીખ બાદ, જે કિસ્સાઓમાં અગાઉ હપ્તા મંજુર થયેલ હોય પરંતુ હપ્તા ભરવાની પ્રક્રિયા ચાલુ હોય તેવા કિસ્સાઓમાં જો અરજદાર ઠરાવ થયાની તારીખથી એક માસ સુધીમાં બાકી રહેલ તમામ હપ્તાઓની રકમ એક સાથે ભરપાઈ કરી આપે તો તેની ઉપર કોઈપણ પ્રકારનું વ્યાજ વસુલવાનું રહેતું નથી પરંતુ જો અરજદાર હપ્તાની પ્રક્રિયા ચાલુ રાખવા માંગતા હોય તો હપ્તાની રકમ પર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ + 2% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે તે અથવા મીનીમમ 6.50% બેંક રેઈટ + 2% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે, એ બંનેમાંથી જે મહત્તમ વ્યાજદર હોય તે દર મુજબનું વ્યાજ ભરવાનું રહેશે.રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રવર્તમાન બેંક રેઈટ 6.50% મુજબ લેવાનો થાય છે. જેમાં ભવિષ્યના ફેરફાર મુજબ બાંધકામ કરનારે/અરજદારે ચૂકવાનું કરવાનું થશે. દર વર્ષની 31મી માર્ચ મુજબનો રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ ત્યારપછીના નાણાંકીય વર્ષ (1 એપ્રિલ થી 31 માર્ચ) માટે લાગુ પડશે. ઉપરોક્ત ઠરાવની અમલવારી આગામી જનરલ બોર્ડમાં મંજુરી મળ્યેથી ત્યારબાદના માસની પ્રથમ તારીખથી લાગુ કરવામાં આવશે.

ચાર્જેબલ એફ.એસ.આઈ.ની વધારાની રકમ ભરપાઈ કરવા માટે તથા મંજુર તથા અમલી નગર રચના યોજનાઓમાં ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ ભરપાઈ કરવા માટે તેમજ વહીવટી સરળતા થઇ શકે તે માટે નીતિવિષયક કાર્યપદ્ધતિ વિગેરે નક્કી કરવા મ્યુનિસીપલ કમિશ્નરશ્રીને સત્તા આપવા અંગે સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં જરૂૂરી ઠરાવ મુકવાની પણ દરખાસ્ત કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement