લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન
અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ રીક્ધસ્ટ્રકશનના નામે તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા સમગ્ર રાજયના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. આ બનાવમાં જવાબદાર પોલીસ કર્મીઓને બરતરફ કરવા લખતર મામલતદારને આવેદન અપાયુ છે. અમરેલી જિલ્લામાં બનેલ લેટરકાંડના બનાવમાં પાટીદાર સમાજની એક નીર્દોષ દિકરીની પોલીસે રાતો રાત ધરપકડ કરી હતી.
ત્યારબાદ દિકરીનું રીક્ધસ્ટ્રકશનના નામે સરઘસ કાઢી તેના પર અત્યાચાર ગુજારી માનવ અધીકારનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે. પોલીસના આ કાર્યને નીંદનીય ગણાવી સમગ્ર રાજયના પાટીદાર સમાજે વખોડી પોતાનો રોષ વ્યકત કર્યો છે.
ત્યારે લખતર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગુરૂૂવારે મામલતદાર કચેરીમાં લેખીત આવેદન અપાયુ હતુ. જેમાં અરવિંદભાઈ દયાળજીભાઈ પટેલ, ધવલભાઈ, હસમુખભાઈ હાડી સહિતનાઓના જણાવાયા મુજબ છેલ્લા થોડા સમયથી સરકારી વિભાગોમાં કામ કરતા અને પોલીસમાં ફરજ બજાવતા અધીકારીઓ અને કર્મચારીઓનું પાટીદાર જ્ઞાતીના લોકો પ્રત્યેનું વલણ યોગ્ય નથી. જાતીવાદી માનસીકતા ધરાવતા આવા લોકો લુખ્ખાઓને છાવરે છે. ત્યારે અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથે ઈરાદાપુર્વક હેરાનગતી કરી તેના માનવ અધીકારનો ભંગ કરાયો છે. આથી આ કેસમાં જવાબદાર પોલીસ અધીકારીઓ અને કર્મચારીઓને તાત્કાલીક અસરથી બરતરફ કરવા આવેદનપત્રના અંતે માંગણી કરાઈ છે.