For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PMના ફોટાવાળી બેગ વહેંચવા બ્લોક કરેલા લાખો રાશન કાર્ડ ફરી શરૂ કરાયા

04:10 PM Mar 13, 2024 IST | Bhumika
pmના ફોટાવાળી બેગ વહેંચવા બ્લોક કરેલા લાખો રાશન કાર્ડ ફરી શરૂ કરાયા
  • ઈ-કેવાયસી હેઠળ નોંધણી ફરજિયાત કર્યા બાદ સરકારે કરેલી પીછેહઠ, ફેબ્રુઆરી-માર્ચમાં લાખો કાર્ડધારકો અનાજ પુરવઠાથી વંચીત રહ્યાં

રાજ્યમાં રેશનીંગ કાર્ડધારકો માટે ઈ કેવાયસી હેઠળ ઓનલાઈન નોંધણી ફરજિયાત કરી રાજકોટ સહિત રાજ્યનાં લાખો રાશનકાર્ડ બ્લોક કરી દેતા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લાખો કાર્ડધારકો અનાજ પુરવઠા વિતરણથી વંચિત રહ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી બેગ કાર્ડધારકોને વેચવા માટે પુરવઠા તંત્રને તાકીદ કરતાં રાતોરાત બ્લોક કરાયેલા લાખો રાશનકાર્ડ ફરી શરૂ કરાયાનું જાણવા મળેલ છે.

Advertisement

રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું હતું જેમાં કોઈપણ કાર્ડ ધારકના પરિવારના દરેક સભ્યોને આધારકાર્ડને રાશનકાર્ડ સાથે ઓનલાઈન લીંકઅપ ફરજિયાત કરવામાં આવ્યું હતું. જેમાં એક પરિવારમાં પાંચ સભ્યો હોય તેમાંથી કોઈ એક સભ્યનું આધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંકઅપ ન હોય તેવા રાજકોટમાં 24000 અને રાજ્યમાં લાખો રાશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા હતાં.

ફેબ્રુઆરી મહિનામાં રાશનકાર્ડ બ્લોક કરી દેતાં ગરીબી રેખા નીચે જીવતાં રાશનકાર્ડધારકોને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનાજના પુરવઠાથી વંચિત રહી ગયા હતાં. બીજી બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતાં હોય અને ચૂંટણી પ્રચાર માટે કેન્દ્ર સરકારમાંથી વડાપ્રધાન મોદીના ફોટા વાળી બેગ દરેક પુરવઠા અધિકારીને અનાજની સાથે વિતરણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
એક તરફ કેવાયસી ન હોય તેવા લાખો રાશનકાર્ડ રાજ્ય સરકારે બ્લોક કરી દીધા બાદ બીજી બાજુ વડાપ્રધાનના ફોટાવાળી બેગો રાશનકાર્ડ ધારકોને આપવાનો આદેશ થતાં રાજ્ય સરકારે તાત્કાલીક નવા નિયમો મોકુફ રાખી જુનો અમલ કાયમી કરી બ્લોક કરી દીધેલા લાખો રેશનકાર્ડ રાતોરાત શરૂ કરી દીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement