For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાથરણાવાળાના ત્રાસના વિરોધમાં લાખાજીરાજ રોડ ગુરુવારે બંધનું એલાન

04:06 PM Jul 28, 2025 IST | Bhumika
પાથરણાવાળાના ત્રાસના વિરોધમાં લાખાજીરાજ રોડ ગુરુવારે બંધનું એલાન

દુકાનો આગળ પથારા કરીને બેસી જતાં પાથરણા-વાળાઓને ટપારે તો મારામારી ઉપર ઉતરી આવે છે

Advertisement

કોર્પોરેશન તંત્રએ પગલાં નહીં ભરતા કલેકટરને આપશે આવેદન, 300 વેપારીઓની ઉપવાસ આંદોલનની ચિમકી

શહેરમાં ફુટપાથ ઉપર ધંધો કરતાં નાના ધંધાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી છે. જેમાં ખાસ કરીને જૂના રાજકોટમાં લાખાજીરાજ રોડ પર વર્ષો જુની પેઢીઓ દ્વારા પાથરણાવાળાના ત્રાસ સામે અગાઉ અનેક વખત ફરિયાદો કરવામાં આવેલી જેથી તંત્ર દ્વારા લાખાજીરાજ રોડના પાથરણા વાળાઓને અલગ જગ્યા ફાળવેલ છતાં મુખ્ય બજારમાં જ ધંધો કરવો છે તેમ કહી પાથરણા વાળાઓએ વેપારીઓને ત્રાસ આપવાનું શરૂ કરી નાની નાની બાબતોમાં ઝઘડાઓ અને મારામારી ઉપર ઉતરી આવતાં અંતે રોષે ભરાયેલા વેપારીઓએ આજે તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવી પાથરણાવાળાઓનો ત્રાસ દૂર નહીં થાય તો ગુરૂવારે 300 થી વધુ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી સાંગણવા ચોક ખાતે ધરણા કરી કલેકટરને આવેદન પાઠવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

શહેરમાં લાખાજીરાજ રોડ ઉપર વર્ષોથી કપડા સહિતના જુના ધંધાર્થીઓની દુકાનો આવેલી છે. આ તમામ પેઢીઓ વર્ષો જુની છે. જેના લીધે શહેરીજનોમાં પણ તહેવારો દરમિયાન લાખાજીરાજ રોડ બજારમાં ખરીદી કરવાનો ક્રેઝ આજે પણ યથાવત રહ્યો છે. પરંતુ તહેવારો દરમિયાન તેમજ આડા દિવસે પણ દુકાનોની આગળ પાથરણાવાળાઓ બેસી જતાં હોય તેમજ સસ્તા ભાવે તકલાદી વસ્તુઓનું વેચાણ કરતાં હોવાથી વેપારીઓને ધંધામાં મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુદ્દે પાંચ પાંચ વખત વેપારી એસોસીએશન દ્વારા મહાનગરપાલિકામાં પાથરણાઓને દૂર કરવાની રજઆત કરવામાં આવેલ. જેમાં ધારાસભ્ય સહિતનાએ સહકાર આપેલ અને અંતે તંત્રએ પાથરણાવાળાને લાખાજીરાજ રોડ પર માર્કેટની બાજુમાં જગ્યા ફાળવી હતી. પરંતુ ગ્રાહકો પાથરણાવાળા સુધી પહોંચતાં ન હોય અને દુકાનોમાંથી ખરીદી કરવા લાગતાં આ લોકો ફરી વખત લાખાજીરાજ રોડ પર ડેરા તંબુ તાણી બેસી ગયા હતાં અને વેપારીઓએ તેનો વિરોધ કરતાં અમુક માથાભારે પાથરણાવાળાઓએ ગાળાગાળી કરી વેપારીઓ સાથે માથાકુટ કર્યા બાદ મારામારી કરી હોવાના સીસીટીવી ફુટેજ પણ વેપારી એસોસીએશને રજૂ કર્યા હતાં. છતાં મનપાના જગ્યા રોકાણ વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં અનેં આજે સવારે વેપારીઓ સાથે ફરી પાથરવાળાની માથાકુટ થતાં અંતે એસોસીએશને આગામી ગુરૂવારના રોજ બંધનું એલાન આપી ધરણા યોજી કલેકટરને આવેદન પાઠવવાની ચીમકી ઉચ્ચારતાં તંત્રમાં દોડધામ વ્યાપી ગઈ હોવાનું જાણવા મળેલ છે. વર્ષો જુની લાખાજીરાજ માર્કેટમાં પાથરવાળાઓનો ત્રાસ પણ વર્ષો જુનો છે. મનપાના જગ્યા રોકાણ વિભાગની ગાડી દરરોજ દબાણ હટાવવા માટે નિયમિત જાય છે તેમજ અગાઉ મ્યુનિ.કમિશનરના આદેશ મુજબ દરરોજ 3 વખત ચેકીંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

છતાં પાથરણાવાળાનો વાળ પણ વાંકો થતો નથી. જગ્યા રોકાણ વિભાગનાં જણાવ્યા મુજબ ચેકીંગ દરમિયાન પાથરણાવાળાઓ ત્યાંથી ખસી જતાં હોવાથી તેમની વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકતી નથી. જેના લીધે વેપારીઓની સમસ્યા આજે પણ એ જ સ્થિતિમાં રહેલ હોય અંતે વેપારી એસોસીએશન દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ફૂટેલ દબાણ હટાવ વિભાગના કારણે વેપારીઓ પરેશાન
મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં દરરોજ સમયસર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે લાખાજીરાજ રોડ પર સ્પેશ્યલ ચેકીંગ માટેની સુચના બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ જગ્યા રોકાણ વિભાગની ટીમ બજારમાં પહોંચે તે પહેલા પાથરણાવાળાઓ ત્યાંથી નાસી છુટે છે. આથી આ લોકોને જગ્યા રોકાણની ટીમ આવે તેની જાણકારી કેવી રીતે મળે છે ? તેવું વેપારીઓ પુછી રહ્યાં છે અને જગ્યા રોકાણ વિભાગનાં અમુક કર્મચારીઓ ફુટેલા હોવાથી પાથરણાવાળાઓને અગાઉથી પોતાના આગમનની જાણકારી આપી દેતાં હોવાથી કાર્યવાહી ફલોપ સાબિત થઈ રહી છે અને તેના જ લીધે વેપારીઓ આજે પણ પરેશાન થઈ રહ્યાં હોવાનું અમુક વેપારીઓએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement