વાંકાનેર-રાજકોટ રૂટની બસોમાં સ્વચ્છતાનો અભાવ: ધૂળ ખાતી પાણીની બોટલોના ઢગલાં
જવાબદાર સામે દંડનીય કાર્યવાહી કરવા ડેપો મેનેજરને મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજુભાની આક્રમક રજૂઆત
રાજકોટ-વાંકાનેર-રાજકોટ વચ્ચે દોડતી અને દર અડધી કલાકે મળતી બસોમાં બેસુમાર ગંદકી જોવા મળે છે અને સ્વચ્છતા નો અભાવ છે મુસાફરોને મળતી સુવિધા ને બદલે દુવિધા અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિએ એસ.ટી તંત્રને ઢંઢોળવામા આવ્યું છે.
બસ તેમજ બસ સ્ટેશનો સફાઈ કરવા અંગેના કરોડો રૂૂપિયાના મશીનો અને કરોડો રૂૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે મશીનો દ્વારા ફક્ત બહારથી સફાઈ થાય અંદર લોલમલોલ ચલાવવામાં આવે છે. બસમાં જાણે કે મુસાફરોને બદલે ઘેટાં બકરા ભરવાના હોય તે પ્રકારે ગંદકી ગ્રસ્ત બસો જોવા મળે છે અને આ પ્રકારની બસો કોઈ પણ સંજોગોમાં ગુજરાત એસટી મુસાફર ઇન્ટરક્ષક સમિતિ દ્વારા ચાલવા દેવામાં આવશે નહીં. વાંકાનેર થી રાજકોટ ઉપડેલી સાંજે 7:15 કલાક ની બસ નંબરGJ-18-Z 7905 આ બસમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ખેરવા થી રાજકોટ તરફ આવતા હોય ત્યારે બસમાં ગેલેરીમાં પાણીની ખાલી એકાદ ડજન જેટલી બોટલો હતી તે તમામ બસની અંદર કચરાપેટીમાં મૂકી પધરાવી દેવામાં આવી હતી અને કચરાપેટી સંપૂર્ણ પણે ભરાઈ ગઈ હતી અને સ્વચ્છતા નો અભાવ જણાયો હતો.
આજે રાજકોટ થી ઉપડેલી સવારે 10:00 કલાકની વાંકાનેર ડેપો ની બસ નંબર GJ-18-Z 7404 આ બસમાં પણ મુસાફરોએ જે જગ્યાએ સામાન રાખવાનો હોય તે જગ્યાએ પાણીની ખાલી બોટલો ના ઢગલાઓ જોવા મળ્યા હતા. ઉપર અઠવાડિયાથી સફાઈ થઈ ન હોય એ પ્રકારે ધૂળના રજકણો અને ધૂળના થપાઓ જોવા મળેલ હતા. મુસાફરો ત્યાં સામાન રાખે તો મુસાફરોનો સામાન પણ ધૂળધાણી થઈ જાય બસમાં રહેલ ડસ્ટબીન સંપૂર્ણપણે ભરી વોટ્સએપ થી ફોટાઓ મોકલી આ અંગે ગજેન્દ્રસિંહ ઝાલાએ ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી.
બસમાં રહેલી ગંદકી અંગે જવાબદારી ફિક્સ થવી જોઈએ તેમ અંતમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, એસ.પી રાજાણી ની યાદીમાં જણાવાયું છે.
