બગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોત
12:20 PM Jan 22, 2025 IST
|
Bhumika
Advertisement
બગસરાના નટવરનગર વિસ્તારમાં ખેતી કામ કરતા પર પ્રાંતિય પપુભાઈ વિરસિંહભાઇ કટારા ઉંમર વર્ષ 25 તે નારણભાઇ ભીમજીભાઈ ઘાડીયાની વાડીયે રહેતા હતા અને નારણભાઇ રાણાભાઇ ઘાડીયાની વાડીમાં રમેશભાઈ ભીખાભાઇ ઘાડીયા એ ભાગિયું રાખેલ હતું અને ત્યાં મજૂરી કામ કરવા બોલાવેલ મજુર પાણી વાળતો હતો અને અચાનક 11 કેવીમાંથી કોઈ અગમ્ય કારણોસર સોટ લાગવાથી મોત નીપાજીયું હતું.જયારે રમેશભાઈ આ મજુર માટે ચા લઈને ગયા હતા ત્યારે અચાનક તેને ત્યાં પડેલો જોયો અને પોલિશમાં જાણ કરી અને બગસરા સિવિલમાં લઇ ગયા હતા,ત્યારે ત્યાં તેને મૃતક જાહેર કરેલ હતો. તો પીએમ રિપોર્ટ આવિયા પછી ખબર પડે કે ક્યાં કારણોસર વિજશોક લાગેલ છે તેની તપાશ કરવા ગયેલા હતા વીજ અધિકારી અને પીલીશ દ્વારા સ્થળ તપાશ કરિયા પછી વાસ્તવિક કારણ જાણવા મળશે. જયારે હાલમાં બગસરા પોલિશ દ્વારા તપાશ હાથ ધરવામાં આવી છે.
Advertisement