ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં 40 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં પટકાતાં શ્રમિક યુવાનનું મોત

12:22 PM Aug 05, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક હાઈરાઈઝ પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ક્ધસ્ટ્રક્શન કામ થઈ રહ્યું છે. જ્યાં મુળ ઉતરપ્રદેશના અને હાલ ભાવનગર રહેતા જીતેન્દ્રસિંગ ખીલનસિંગ યાદવ ઊં.વ.29 પણ ત્યાં સેન્ટીંગ કામ કરી રહ્યો હતો.

જીતેન્દ્રસિંગ યાદવ પાણીની ટાંકી ઉપર ચાલીસેક ફુટ ઊંચે મજુરી કામ કરી રહ્યો હતો લોખંડની પ્લેટ ઉપર ઉભો હતો તે વેળાએ અચાનક પગ લપસ્યો હતો અને નીચે પટકાયો હતો. 40 ફુટ ઉપરથી નીચે પટકાતા મજુરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ ભાવનગર મહાનગર પાલિકાના અધિકારીઓ, વરતેજ પોલીસ તેમજ ટાંકીનું કામ રાખેલ કોન્ટ્રાક્ટરો પણ સ્થળ પર દોડી ગયા હતા. મૃતક યુવકને પી.એમ. અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ ગઇ હતી.

Tags :
bhavnagar newsdeathgujaratgujarat news
Advertisement
Advertisement