For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘના ગામે શ્રમિક યુવાનનું છત પરથી પટકાઈ પડતાં મોત

11:50 AM Oct 18, 2024 IST | admin
મેઘના ગામે શ્રમિક યુવાનનું છત પરથી પટકાઈ પડતાં મોત

કડિયા કામ કરતી વેળા બનાવ બન્યો

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેઘના ગામમાં એક શ્રમિક યુવાનનું છત પરથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના વતની મોહનભાઈ રામાભાઇ સાદીયા (ઉંમર વર્ષ 45) કે જે લાલપુર તાલુકાના મેઘના ગામમાં મજુરી કામ કરવા માટે આવેલા હતા, અને તાજુદ્દીનભાઈ ખોજાની વાડીમાં મકાનની છત ઉપર કામ કરતા હતા, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રવિભાઈ રામાભાઈ સાદીયા એ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી. ડી. જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement