રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડો.રાવલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે પ્રથમ વખત શોધાઇ એલ આકારની ઇન્સિઝન ટેક્નિક

06:26 PM Nov 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરની જાણીતી પ્રાઇમ હોસ્પીટલનાં ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડો.કે.કે. રાવલ દ્વારા અન્નનળીના જટીલ ઓપરેશન- સર્જરી પાર પાડીને દર્દીને રીતસરની રાહત આપી નવું જીવનદાન બક્ષ્યું હોવાની વિગતો મળી રહી છે. સાથે જ ગળા, અન્નકળી અને પેટ વચ્ચેના સંકોચાયેલા વાલ્વને ખોલવા વિશ્ર્વમાં સૌ પ્રથમ વખત ડો.રાવલ દ્વારા એલસેપ ટેકનિકની શોધ કરવામાં આવતા તબીબી ક્ષેત્રે રાજકોટ, સૌરાષ્ટ્ર- ગુજરાત સહીત દેશનો વૈશ્ર્વિક ડંકો વગાડયો છે. આ વાતની શહેરના તબીબી જગતે પણ આનંદન વ્યક્ત કર્યો છે.

આ બાબતે વધુ વિગતો આવતા પ્રાઇમ હોસ્પીટલનાં ડો.કે.કે. રાવલે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખોરાક- ગળવાની પ્રક્રિયામાં ઘણા લોકોને જન્મજાત તકલીફ હોય છે અથવા માનવ જીવનની કોઇ પણ વ્યવસ્થામાં આવી તકલીફ સમસ્યા થઇ શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ ડીએમ ગેસ્ટ્રો એન્ટેરોજીસ્ટ ડો.કૃષ્ણકાન્ત રાવલના કહેવા મુજબ એકલેશિયા- કાર્ડિયા તરીકે ઓળખાતી આ બિમારીમાં દર્દીને ખોરાક ગળવામાં તકલીફ પડે છે.

દર્દીને આવી સમસ્યા હોય કે થાય ત્યારે સારવાર માટે ટાંકા રહીત- પીડા રહીત- એન્ડોસ્કોપિક સર્જરી કે જેને POEM (PERORAL ENDOSCOPIC MYOTOM) તરીકે ઓળખવામાં આવે છે તે સર્જરી માટે સબ મ્યુકોસલ સ્પેસ (અન્નનળીના બે પડ વચ્ચેનો ભાગ) એન્ડોસ્કોપનો પ્રવેશ જરૂરી છે.

આ સર્જરી જટીલ છે અને ઘણી વખત તબીબી જગતને નિરાશા પણ સાંપડે છે. મતલબ કે સિનિયર- જુનિયર તબીબી જગત માટે પણ આ સર્જરી કઠીન હોવાનું કહેવું ઉચિત છે. ત્યારે પ્રાઇમ હોસ્પીટલનાં ડો.કે.કે. રાવલ દ્વારા કરાયેલી શોધ વૈશ્ર્વિક કક્ષાએ વખણાઇ છે. આ સિધ્ધીથી દેશનું ગૌરવ વધ્યુ હોવાનો તબીબોનો રાજીપો છે.

સમયનો બચાવ, કોમ્પલીકેશન વગર સર્જરી શકય: ડો.રાવલ
એલ આકારની ઇન્સિઝન ટેકનિકના રીસર્ચથી એક એવુ તારણ મળ્યુ છે કે, શકય તેટલી ઓછી જટીલતા સમયનો બચાવ તેમજ કોઇ પણ કોમ્પ્લિીકેશન વિના સર્જરી થઇ શકે છે. કોન્સેપ્ટ ડિઝાઇનિંગ અને મેનુસ્ફિૂપ્ટ ડો.રાવલ દ્વારા કરવામા આવી છે. ડેટા ઇન્ટરશીપ અને સમિક્ષા ડો.અવ્વલ સાદીકોટ, ડો.ચિંતન કણસાગરા અને ડો.ચિંતન મોરી દ્વારા કરવામા આવી છે. આ ટેકનિકને વૈશ્ર્વિક ઓળખ મળી છે.

છેલ્લા બે વર્ષની મહેનત બાદ એલ આકારની ઇન્સિઝન ટેક્નિકની શોધ
ડો. કે. કે. રાવલે એવું પણ જણાવ્યું હતું કે - સતત અભ્યાસ, સંશોધન દરમિયાન અંદાજે 2 વર્ષની જહેમત-મહેનત વચ્ચે તેઓ દ્વારા એલ આકારની ઇન્સિઝન ટેકનિક દ્વારા સબમ્યુકોસલ ટનલ (અન્ન નળીમાં) પ્રવેશની વૈશ્ર્વિક સફળતા મળી છે. આવી ટેકનિકનાં તેઓ પ્રથમ શોધક છે. આ એલ આકારની ઇન્સીઝન ટેકનિકથી નવા અને ઓછા અનુભવી ડોકટરોને પણ અન્નનળીની આવી સર્જરીમાં સરળતા રહે છે.

ઇન્સિઝન ટેક્નિકનો 6 દર્દીઓમાં કરાયો પાયલોટ અભ્યાસ
ડો. કે. કે. રાવલ દ્વારા વાતચિત દરમિયાન એવો પણ આનંદ વ્યકત કરી જણાવાયુ હતું કે, એલ આકારની ઇન્સિઝન ટેકનિકનો ભારતમાં ખુબ ઓછો ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર પ્રાઇમ હોસ્પિટલમાં આ સારવાર ઉપલબ્ધ છે. બીજુ અમદાવાદમાં આવી સારવાર અપાય છે. પોતાના દ્વારા શોધાયેલી આ ઇન્સીઝન ટેકનિકનો અત્યાર સુધીમાં 6 દર્દીઓમાં અમલ કરી ટેકનિકનો પાયલોટ અભ્યાસ કરતા સફળતા મળી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement