રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરમાં ગોડાઉનમાંથી કુટણખાનું ઝડપાયું, સંચાલક સહિત છની ધરપકડ

12:18 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના જેતપુરમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જૂનાગઢ રોડ પર જલારામ મંદિર પાસેના ગોડાઉનમાં ગેરકાયદેસર કુટણખાનું ધમધમતું હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલી છાપો મારતાં ગોડાઉનમાં પ્લાયવુડના પાર્ટીશનથી રૂમ બનાવી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે સંચાલક સહિત છ શખ્સોની ધરપકડ કરી 81 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર જૂનાગઢ રોડ પર આવેલ ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાનું ધમધમતું હોવાની ડીવાયએસપી આર.એ.ડોડીયાને મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે બોગસ ગ્રાહક મોકલી પોલીસ કાફલા સાથે ગોડાઉનમાં છાપો માર્યો હતો.પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાં પ્લાયવુડના પાર્ટીશનથી અલગ અલગ રૂમો બનાવી હતી. જ્યારે વેશ્યાવૃત્તિ માટે બહારથી મહિલાઓ બોલાવી ગ્રાહકો પાસેથી 600 રૂપિયા પડાવવામાં આવતાં હતાં. જેમાંથી 300 રૂપિયા ગોડાઉનનો માલીક પોતાના ખિસ્સામાં પધરાવી દેતો હતો. જ્યારે 300 રૂપિયા મહિલાને ચુકવતો હતો. પોલીસે ગોડાઉનના સંચાલક દિલીપસિંહ મહિપતસિંહ વાઢેર (ઉ.31) તેમજ રંગરેલીયા મનાવવા આવેલા જેતપુરના મંડલીપુર ગામના ગુલસિંગ નાથીયાભાઈ મીનાવર (ઉ.32), ધોરાજીના નિલેશ મથુરભાઈ સરવૈયા (ઉ.33), જેતપુર દેસાઈવાડીના પારસ જયેશભાઈ વેકરીયા (ઉ.23), જેતપુરના ખડપરાના રાજેશ સુરેશભાઈ બરવાડીયા (ઉ.21) અને ધોરાજી વિસી પ્લોટના ભગુભાઈ ગોબરભાઈ ગુજરાતી (ઉ.60)ની ધરપકડ કરી હતી.

પોલીસે ગોડાઉનના માલીક સહિતના તમામ શખ્સો સામે ટ્રાફીક ઈમોરલ એકટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે ગોડાઉનની જડતી લેતાં તેમાંથી 17,990ની રોકડ, 18,500ની કિંમતના સાત મોબાઈલ ફોન, 45000ની કિંમતના બે બાઈક અને વણવપરાયેલા 24 જેટલા કોન્ડમ મળી આવ્યા હતાં. જે કબજે કરવામાં આવ્યા છે.આ દરોડાની કાર્યવાહી જેતપુર પીઆઈ એ.ડી.પરમાર, પીએસઆઈ વી.સી.પરમાર, રવજીભાઈ, ભાવેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી અને ગોડાઉનમાંથી મળી આવેલી મહિલાઓના પોલીસે નિવેદન લઈ તેઓને જવા દીધી હતી.

Tags :
crimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement