શહેરના 600 જેટલા રીઢા ગુનેગારોની કુંડળી તૈયાર,700ની તપાસ ચાલુ
30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલ ગુનેગારોના ઘેર-ઘેર જઇ ‘પોખણા’ કરતી પોલીસ
દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવુતિમાં પકડાયેલ જેમાં ગેરકાયદેસર હથિયાર, વિસ્ફોટ સાથે,માદક પદાર્થ અને જાલીનોટ સાથે પકડાયેલ રીઢા ગુનેગારો અને ગુજસીટોક તેમજ ટાડા હેઠળ પકડાયેલ શખ્સોની યાદી તૈયાર કરી પુછપરછ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાને પગલે રાજકોટના આવા 1353 જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તમામની પુછપરછ શરુ કરવમાં આવી છે.છેલ્લા બે દિવસમાં 600 જેટલા ગુનેગારોની કુંડળી કાઢી લીધી છે. આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાજકોટમાંથી પોલીસેને મળી આવ્યું નથી એટલે કે, રાજકોટ સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના નિરિક્ષણ હેઠળ શહેરભરના પોલીસ મથકના સ્ટાફને તેમના વિસ્તારના રીઢા ગુનેગારોની તપાસ કરવા તજવીજ શરુ કરી છે. જેમાં છેલ્લા 30 વર્ષમાં પકડાયેલ 1353 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે તેમાં ગેરકાયદેસર હથિયાર 665, માદક પદાર્થો સાથે પકડાયેલ 553,વિસ્ફોટક સાથે પકડાયેલ- 16,નકલી ચલણી નોટ સાથે 84,ટાડા/ ગુજસીટોક હેઠળ -34 અને ડિપોર્ટ કરેલ 34 બાંગ્લાદેશીની ફરી તપાસ કરી રીઢા ગુનેગારોની પુછપરછ શરુ કરવામાં આવી છે. છેલ્લા 100 કલાકમાં તૈયાર કરવામાં આવેલ યાદી અન્વયે રાજકોટ પોલીસે આજદિન સુધી 600 જેટલા ગુનેગારોની કુંડળી કાઢી લીધી છે. ડીજીપી વિકાસ સહાયે નાગરિક સુરક્ષાને લઇને ગુજરાતમાં એસઓજી અને એટીએસ સહિત તમામ ફિલ્ડ યુનિટને વધુ મજબૂત કરવા વધારાના સ્ટાફની નિમણુક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગંભીર ગુનામાં છેલ્લ 30 વર્ષમાં અગાઉ પકડાયેલા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ ચકાસવા આદેશ આપ્યો હોય જેને પગલે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી.બસીયામાં માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાના નિરીક્ષણ હેઠળ આ કામગીરી શરૂૂ કરવામાં આવી છે. શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. જે તમામ આરોપીઓ હાલના સરનામાં, નોકરી ધંધા, પરિવારના સભ્યો, બેંક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, પરિવારના સભ્યોની પૂરતી વિગત સહિત તમામ બાબતો અંગે પોલીસ રૂૂબરૂૂ જઇ તપાસ કરી રહી છે. રાજકોટના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા ગુજરાતમાં તમામ લોકો ધંધા રોજગાર અને મજૂરી અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો મળી આવ્યા નથી.