રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કે.ટી. ચિલ્ડ્રનમાં નર્સોની મનમાની, બાળકોના વાલીઓનો દેકારો

05:41 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

પૂરતી સારવાર નહીં અપાતી હોવાનો આક્ષેપ; ચાર-પાંચ સિસ્ટર ડોકટરોને પણ દબાવે છે?

Advertisement

શહેરની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને પૂરતી સારવાર ન અપાતી હોવાની ફરિયાદો ઉઠી છે. આજે એક બાળકના વાલીઓએ દેકારો કરી મીડિયા સમક્ષ એવા આક્ષેપો કર્યા હતા કે અહીં બાળકોને પૂરતી સારવાર કરવામાં આવતી નથી. તેમ જ ખરેખર બાળકને કઈ તકલીફ છે તે પણ વાલીઓને કહેવામાં આવતું નથી પરિણામે વાલીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાળકો નાના હોવાથી તેમની પાસે પણ રહેવાની ના પાડવામાં આવે છે. ત્યારે ઘણી વખત બાળકોના જીવ જોખમાતા હોવાના દાખલા બની ગયા છે. જાગૃત દર્દીઓનું કહેવું છે કે અહીં ચાર પાંચ સિસ્ટર દ્વારા રિંગ કરીને ધારે તેમ નોકરી કરે છે અને લાગતા લખતા ડોક્ટરોને પણ દબાવે છે. ત્યારે ઉચ્ચ આરાધ્યો તંત્ર એ અહીં તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ તેવું કહેવું ઉચીત છે.

જાણવા મળતી વિગતો મુજબ શહેરના માધાપર ચોકડી દ્વારકાધીશ પેટ્રોલ પંપની પાસે રહેતા દેવરાજભાઈ અજયભાઈ નામના પાંચ વર્ષના બાળકને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે દાખલ કરાયેલા આ બાળકને તાવ છે, કમળો છે, આંચકી આવે છે, લીવર ખરાબ છે, કિડની ખરાબ છે, અમદાવાદ લઈ જવી પડશે તેવા કારણોસર લાગતા વળગતો નર્સિંગ સ્ટાફ ફરજમાં ભારોભાર બેદરકારી દાખવતો હોવાનો બાળકના માતા હેતલબેન એ આક્ષેપ કર્યો હતો.

અન્ય એક મહિલા અગ્રણી રૂપશાનાબેન રાઠોડએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી આ બાબતે ફરિયાદ કરવામાં આવે છે પણ કોઈ સાંભળતું નથી. સિસ્ટરો બધી કાયમ મોબાઈલમાં જ ગૂંચવયેલી રહે છે. બીજી બાજુ નાના ભૂલકાઓને પૂરતી સારવાર મળતી નથી સિસ્ટરોનો ત્રાસ પણ હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો. ડોક્ટર સારવાર આપવા આવે ત્યારે સિસ્ટરો સારવાર બંધ કરવાનું કહે છે. એક બાજુ સરકાર લાખો રૂૂપિયા ખરચીને આરોગ્યની સવલતો સુધારવા માંગે છે. ત્યારે શહેરની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં અમુક ચોક્કસ નર્સ ફરજમાં બેદરકારી દાખવીને બાળકોના વાલીઓને હેરાન પરેશાન કરે છે. આ ફરિયાદ ધ્યાને લઈને લાગતા આરોગ્ય તંત્રના ઉચ્ચ સત્તાધીશોએ તાત્કાલિક તપાસ કરાવી સિસ્ટરો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

સુપરિન્ટેન્ડેન્ટ ત્રિવેદી શું કહે છે?
બાળકના વાલીની ફરિયાદ બાબતે સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે કોઇ કારણોસર દર્દીના વાલીઓને કોઇ ગેરસમજ થઇ હોવાનું જણાય છે. બાકી બાળકની સારવાર ખુબ વ્યવસ્થિત થઇ રહી છે. છતાં નર્સિંગ સ્ટાફને જરૂરી સુચના અપાઇ છે. તેમજ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ પાસેથી સ્ટાફનાં વર્તનનો જવાબ મંગાયો છે. તેમાં કોઇની બેદરકારી જણાશે તો પગલા લેવાશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement