For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયા ટીપી સ્કીમ 38-39 ડ્રાફ્ટ તૈયાર : સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો

06:33 PM Feb 02, 2024 IST | Bhumika
કોઠારિયા ટીપી સ્કીમ 38 39 ડ્રાફ્ટ તૈયાર   સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો

9, 2, 12, 15, 18, 24 અને 45 મીટરની પહોળાઈના 564862 ચો.મી.ના રોડ બનશે

Advertisement

મહાનગરપાલિકાની અલગ અલગ હેતુ માટેના 147 અનામત પ્લોટ મળશે

કોઠારિયા ટીપી સ્કીમ નં. 38 ડ્રાફ્ટની વિગત

Advertisement

ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.69 તા.19-05-2023થી મુસદારૂૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. 254 થી 257, 267 થી 281, 283 થી 297, 299, 302, 303/2, 333 થી 338 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા) ઉત્તરે : સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.30(કોઠારીયા)ની હદ, દક્ષિણે : સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.39(કોઠારીયા)ની હદ, પૂર્વે : ખોખડદડી નદી તથા ત્યારબાદ કોથારીયાનાં સર્વે નંબર, પશ્ચીમસૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.31(કોઠારીયા)ની હદ, યોજનાનું કુલ ક્ષેત્રફળ 12,66 846 ચો.મી. એટલે કે 126.68 હેકટર જેટલું છે. સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપીને કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખીને રાજ્યપત્ર તથા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર પ્રસિદ્ધિ આપીને એક માસમાં વાંધા સુચનો લેખિતમાં રજુ કરવા જણાવેલ, જે પરત્વે ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો કરીને દરખાસ્ત અધિનિયમની કલમ-48(1) હેઠળ સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવેલ છે. યોજના વિસ્તારમાં કુલ 123 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 199 ફાળવીને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ફાળવાયેલ 75 પ્લોટસ મળીને 274 અંતિમખંડ ફાળવેલ છે રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 08 - 73,633 ચો.મી. રહેણાંક વેંચાણ માટે 13 તથા વાણિજ્ય વેંચાણ માટે 11 મળી કુલ 24 - 1,11,056 ચો.મી. સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 12 - 36,766 ચો.મી. ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 31 પ્લોટ્સ - 36,727 ચો.મી. મળીને કુલ 75 અંતિમખંડોની 2,58,182 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 7.50 મી., 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી. અને 45 મી. પહોળાઈનાં 2,56,413 ચો.મી. જેટલાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

કોઠારિયા ટીપી સ્કીમ નંબર 39 ડ્રાફ્ટની વિગત

ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.70 તા.19-05-2023થી મુસદારૂૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. 298, 300, 301, 308 થી 332 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા) ઉત્તરે : સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.38(કોઠારીયા)ની હદ દક્ષિણે : લાગુ ખોખડદડ ગામનાં સર્વે નંબર પૂર્વે : ખોખડદડી નદી તથા ત્યારબાદ કોઠારીયા અને લાપાસરી ગામનાં સર્વે નંબર પશ્ચિમે : કોઠારીયાનાં સર્વે નંબર યોજનાનું કુલ ક્ષેત્રફળ 15,06,038 ચો.મી. એટલે કે 150.60 હેકટર જેટલું છે.સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપીને કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખીને રાજ્યપત્ર તથા દૈનિક વર્તમાનપત્રોમાં જાહેર પ્રસિદ્ધિ આપીને એક માસમાં વાંધા સુચનો લેખિતમાં રજુ કરવા જણાવેલ, જે પરત્વે ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો કરીને દરખાસ્ત અધિનિયમની કલમ-48(1) હેઠળ સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવેલ છે. યોજના વિસ્તારમાં કુલ 94 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 193 ફાળવીને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ફાળવાયેલ 72 પ્લોટસ મળીને 265 અંતિમખંડ ફાળવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 13 - 88,237 ચો.મી. રહેણાંક વેંચાણ માટે 16 તથા વાણિજ્ય વેંચાણ માટે 12 મળી કુલ 28 - 1,32,432 ચો.મી. સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 11 - 44,217 ચો.મી. ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 20 પ્લોટ્સ - 44,146 ચો.મી. મળીને કુલ 72 અંતિમખંડોની 3,09,032 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી., 30 મી. અને 45 મી. પહોળાઈનાં 3,08,449 ચો.મી. જેટલાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement