ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીંછિયાના પાટિયાળી ગામે શેઢાની તકરારમાં કોળી યુવાન પર હુમલો

04:26 PM Jul 25, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટ જિલ્લાના વિછિયાના પાટિયાળી ગામે સેઢાની ચાલી આવતી તકરારમાં ખાર રાખી કોળી યુવાન પર કાકા સહિત છ શખ્સોએ પાવડાના હાથા વડે હુમલો કરી માથુ ફોડી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી એક ઘટનામાં જસદણના ભડલી ગામે યુવતિ પર બે શખ્સોએ હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

વીછિયા તાલુકાના પાટિયાળી ગામે રહેતા ખેડુત જીલુભાઈ ડાયાભાઈ તાવિયા ઉ.વ.35 નામના કોળી યુવાન પોતાના ઘરે પરિવાર સાથે ફળિયામાં સેઢા બાબતની વાતચીત કરી રહ્યા હતા ત્યારે પડોશમાં જ રહેતા કાકા જાદવભાઈ વેલાભાઈ તાવિયા, વિપુલ વેલાભાઈ તાવિયા, નિલેશ વેલાભાઈ તાવિયા, વસંતબેન જાદવભાઈ તાવિયા, ગુલાબબેન જાદવભાઈ તાવિયા અને રેખાબેન જાદવભાઈ તાવિયાએ પાવડાના હાથા અને લાકડી વડે હુમલો કરી મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે કોળી યુવાનને તેના કાકા સાથે ઘણા સમયથી સેઢા બાબતની તકરાર ચાલી આવતી હોય જેનો ખાર રાખી કાકા સહિતના છ શખ્સોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. જસદણના ભડલી ગામે રહેતી જસીબેન લખમણભાઈ મકવાણા ઉ.વ.24 નામની યુવતિ પર ભડલીગામના જ બાદલ રમેશભાઈ જાદવ અને અમૃત રતાભાઈ જાદવે લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જણાવ્યા પ્રમાણે આરોપીને ફરિયાદીના પિતરાઈભાઈ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

Tags :
attackedgujaratgujarat newsVeenchia
Advertisement
Advertisement