For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખાતી શરદ પૂનમનું શાસ્ત્રોક્ત મતે જાણો મહત્ત્વ

04:17 PM Oct 15, 2024 IST | admin
કોજાગરી પૂનમ તરીકે પણ ઓળખાતી શરદ પૂનમનું શાસ્ત્રોક્ત મતે જાણો મહત્ત્વ

સાંજનાં સમયે લક્ષ્મીજીનાં સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવાથી સ્થીર લક્ષ્મીની થશે પ્રાપ્તી

Advertisement

આસો શુદ ચૌદસ ને બુધવાર તારીખ 16 ઓક્ટોબર ના દિવસે શરદપૂર્ણિમા છે બુધવારે રાત્રે 8.21 કલાક થી પૂનમ તીથી શરૂૂ થાય છે જે ગુરુવારે સાંજ ના 4.56સુધી જ પૂનમ તિથિ છે ખાસ કરીને શરદ પૂનમ મા રાત્રિના ચંદ્ર નુ મહત્વ હોય છે આથી બુધવારે આખી રાત પૂનમ તિથિ છે જે ગુરુવારે નથી અને શરદ પૂનમ મા રાત્રીનું મહત્વ વધારે હોય છે આથી નિયમ પ્રમાણે વ્રતની પૂનમ કોજાગરી પૂનમ શરદપૂર્ણિમા બુધવારે ગણાશે તે ઉપરાંત જે લોકો પોતાના કુળદેવતા કુળદેવી માતાજી અથવા જે કોઈ દેવી દેવતાના પૂનમના દર્શને જતા હોય તેઓ ગુરુવારે સાંજ ના 4.56 સુધી પૂનમ નથી હોતા પૂનમ ના દર્શન ગણાશે.

શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાનુ અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવશે શરદ પૂનમ ના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલશે . એક વર્ષમાં બાર પૂનમ આવે છે. તેમ શરદ પૂનમનું મહત્વ વધારે છે. શરદ પૂનમને મોટી પૂનમ કહેવામાં આવે છે શરદ પૂનમના દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલી ઉઠે છે. અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમ ની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂનમની સાંજના લક્ષ્મીપૂજન કરવુ શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે.

Advertisement

નિર્ધનતાનો નાશ થાય છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિકકા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવુ. સાકરવાળા દુધનો તેના પર શ્રીસુકત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી નમ: બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શરદ પુનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે. અને તપાસ કરે છે કોણ જાગી રહ્યુ છે મારો કયો ભકત જાગે છે. આથી શરદ પૂનમનુ એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામા આવે છે. શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ રૂૂપી તેજ પૃથ્વી પર પાડતા હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ દુધ અને પૌંવા થોડીવાર રાત્રે 12 વાગ્યે મુકી અને તેન પ્રસાદ લેવો તેનુ મહત્વ વધારે છે તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે. અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય. શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશ મા દોરો પરોવવાથી આખોનું તેજ અને બળ વધે છે. આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્વ વધારે છે.

ધાર્મિક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઈ હતી. આથી શરદ પૂનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભકિતનુ મહત્વ પણ વધારે રહેલુ છે. જયોતિષની દૈષ્ટિએ લોકોર્ને ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગ માં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જપ પૂજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે. શરદ પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે. લક્ષ્મી પુજાનો શ્રેષ્ઠ સમય શરદ્ પૂનમ ના દિવસે રાત્રે 8.21 થી છે. શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા સુધી અથવા આખી રાત્રી નુ જાગરણ કરવુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement